Get The App

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન 1 - image


India GDP Growth: ફાયનાન્સિયલ સર્વિસ કંપની જેપી મોર્ગને ભારતની આર્થિક વૃદ્ધિની ગાડી પાટા પર હોવાનો દાવો કર્યો છે. જેપી મોર્ગને ટ્રેડવૉરના વાદળોમાં ભારતનું અર્થતંત્ર સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. 

જેપી મોર્ગનના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આગામી સમયમાં ભારત એક સુરક્ષિત ઈકોનોમી તરીકે ઉભરી આવશે તેમજ ઝડપી ગતિએ આગળ વધશે. સર્વેમાં સામેલ દેશોમાંથી ભારતનો જીડીપી સૌથી વધુ રહેવાનો અંદાજ છે. ઉભરતા બજારો અંગે પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા છે. માર્કેટ ઈક્વિટીનું રેટિંગ પણ ન્યૂટ્રલથી વધારી ઓવરરેટ કર્યું છે. જે ઉભરતા બજારમાં વિકાસની અનેક સંભાવનાઓ દર્શાવે છે.

ટ્રેડવૉરમાં પણ ભારત સુરક્ષિત

જેપી મોર્ગને ભારત મુદ્દે કહ્યું છે કે, વિશ્વમાં ટ્રેડવૉરનો બીજો તબક્કો શરુ થઈ શકે છે. આ સ્થિતિમાં પણ ભારત સુરક્ષિત છે. ટેરિફ વૉરમાં મોટા દેશ એક-બીજા પર ટેરિફ વધારી શકે છે. આ સ્થિતિમાં રોકાણકાર સુરક્ષિત સ્થળની શોધ કરશે. જેમાં ભારત મજબૂત ફંડામેન્ટલ્સ અને સ્થિર નીતિઓના કારણે રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બની શકે છે.

આ પણ વાંચોઃ IB ચીફ તપન ડેકાનો કાર્યકાળ ફરી લંબાવાયો, હવે જૂન 2026 સુધી નિભાવશે જવાબદારી

ઈકોનોમિક સાયકલ પોઝિટિવ

જેપી મોર્ગને ભારતની ઈકોનોમિક સાયકલ પોઝિટિવ હોવાનું જણાવ્યું છે. ભારતની ઈકોનોમિક સાયકલ પોઝિટિવ રહેવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમાં વ્યાજના દરોમાં ઘટાડો, ગ્રામીણ ક્ષેત્રોમાં માગમાં વધારો અને ટેક્સમાં ઘટાડો જેવા પરિબળો સામેલ છે.

ગ્રામીણ માગ વધશે

વ્યાજના દરોમાં ઘટાડો નોંધાતા લોકોની ખરીદ શક્તિ વધશે. જેનો સીધો લાભ ઈકોનોમીને મળશે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ માગ વધવાથી ભારતનું અર્થતંત્ર વેગવાન બનશે. ટેક્સમાં ઘટાડાની માગ કરીએ તો લોકો અને કંપનીઓ પાસે ખર્ચ તથા રોકાણ કરવાની ક્ષમતા વધશે. જેનાથી દેશના અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.


વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન 2 - image

Tags :