VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ
JNU Ravana Dahan Controversy : દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રાવણ દહણ દરમિયાન ભારે વિવાદ થયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ આક્ષેપ કર્યો છે કે, ડાબેરી સમર્થિત વિદ્યાર્થીઓએ રાવણ દહનના કાર્યક્રમમાં બૂટ ફેંક્યા અને જાણી જોઈને કાર્યક્રમમાં અવરોધ ઊભો કર્યો છે.
ડાબેરી સંગઠન જાણીજોઈને અશાંતિ ફેલાવી રહ્યા છે : ABVPનો આક્ષેપ
એબીવીપીના નેતા પ્રવીણ કુમારે કહ્યું કે, ડાબેરી સંગઠન જાણીજોઈને અશાંતિ ફેલાવી રહ્યા છે. વાસ્તવમાં રાવણના પુતળાના 10 માથામાં દિલ્હી હિંસાના ષડયંત્રકાર આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઈમાન સહિત અનેકની ફોટો લગાવાઈ હતી.
JNU વિદ્યાર્થી સંઘે ABVP કર્યો ગંભીર આક્ષેપ
બીજીતરફ જેએનયુ વિદ્યાર્થી સંઘે (JNUSU) ઘટના અંગે કહ્યું છે કે, ‘એબીવીપી ધર્મનો ઉપયોગ કરીને રાજકીય લાભ ઉઠાવી રહી છે. તેઓએ રાવણ દહન કાર્યક્રમમાં જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને શરજીલ ઈમામનો ચહેરો રાવણ તરીકે દેખાડ્યો છે, જ્યારે આ બંને છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે અને હજુ પણ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. જેએનયુ વિદ્યાર્થી સંઘે સવાલ ઉઠાવ્યો છે કે, ‘ખાલિદ-શરજીલનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, તો એબીવીપી જાહેરમાં બંનેને કેવી રીતે દોષી ઠેરાવી શકે?
JNUSU ઉઠાવ્યા સવાલ
JNUSUએ પૂછ્યું કે, જો એબીવીપી ખરેખર રાષ્ટ્ર પ્રત્યે ચિંતિત છે, તેઓએ રાવણ તરીકે નાથૂરામ ગોડસેનો ચેહરો કેમ ન લગાવ્યો? શું તેને તેઓ આતંકવાદી માનતા નથી? રામ-રહીમ દુષ્કર્મ અને હત્યાના કેસમાં દોષિત છે, તો તેને કેમ ન દેખાડ્યો?
On the occasion of Vijayadashami, at the call of JNUSU Joint Secretary Vaibhav Meena, a symbolic burning of Ravana was organized at JNU’s Sabarmati Ground. This year, the effigy of Ravana was burned as a symbol of Naxalism, Leftism, Maoist violence, and anti-national ideologies.… https://t.co/mR8v4ffx9O pic.twitter.com/cvoMivndTZ
— Vaibhav Meena (@i_VaibhavMeena) October 2, 2025
ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ પવિત્ર આયોજનને હિંસા-નફરતથી કલંકિત કર્યું : ABVP નેતા
વિવાદ વચ્ચે ABVPના વિદ્યાર્થી નેતા મયંક પંચાલે કહ્યું કે, JNUનું વાતાવરણ હંમેશા વિવિધતા અને ઉત્સવધર્મિતાથી સમૃદ્ધ રહ્યું છે. 10 દિવસ સુધી વિદ્યાર્થીઓએ મા દુર્ગાની ભક્તિમાં ભાગ લીધો, જેનાથી યુનિવર્સિટીની સાંસ્કૃતિક સુંદરતા વધુ પ્રખર થઈ, પરંતુ ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ આ પવિત્ર આયોજનને પણ હિંસા અને નફરતથી કલંકિત કર્યું છે. તેમણે કહ્યું કે, ‘આ માત્ર એક ધાર્મિક આયોજન પર હુમલો નથી, પરંતુ યુનિવર્સિટીની ઉત્સવધર્મી પરંપરા અને વિદ્યાર્થીઓની આસ્થા પર સીધો પ્રહાર છે. ABVP કોઈપણ કિંમતે આવી સાંસ્કૃતિક આક્રમકતાને સહન કરશે નહીં.’