6 રાજ્યોમાં પેટાચૂંટણીની જાહેરાત, 7 વિધાનસભા બેઠકો પર 5 સપ્ટેમ્બરે મતદાન, 8મીએ પરિણામ
ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ યોજાશે પેટાચૂંટણી
ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ યોજાશે પેટાચૂંટણી
Updated: Aug 8th, 2023
નવી દિલ્હી, તા.08 ઓગસ્ટ-2023, મંગળવાર
ચૂંટણી પંચે વિધાનસભાની 7 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી દીધી છે. જે રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે, તેમાં ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે 5મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે.
આ રાજ્યોમાં યોજાશે પેટાચૂંટણી
મળતી માહિતી મુજબ ઝારખંડની ડુમરી વિધાનસભા બેઠક જગરનાથ મહતોના નિધન બાદ ખાલી પડી હતી. જ્યારે કેરળની પુથુપલ્લી વિદાનસભા બેઠક ઓમાન ચાંડી, ત્રિપુરાની બોક્સાનગર બેઠક સમસુલ હક, પશ્ચિમ બંગાળની ધુપગુરી (એસસી) વિધાનસભા બેઠક વિષ્ણુ પાંડે અને ઉત્તરાખંડની બાગેશ્લર (એસસી) બેઠક ચંદન રામ દાસના નિધન બાદ ખાલી પડી હતી. ત્રિપુરાની અન્ય એક ધાનપુરા વિધાનસભા બેઠક પ્રતિમા ભૈમિકના રાજીનામાના કારણે ખાલી પડી હતી. આ જ રીતે ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા બેઠક દારા સિંહ ચૌહાણે રાજીનામું આપતા ખાલી પડી હતી.
ચૂંટણી પ્રક્રિયાની મહત્વની તારીખો
- નોટિફિકેશન બહાર પાડવાની તારીખ - 10 ઓગસ્ટ
- ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ - 17 ઓગસ્ટ
- ઉમેદવારી પત્રોની ચકાસણીની છેલ્લી તારીખ - 18 ઓગસ્ટ
- ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ - 21 ઓગસ્ટ
- મતદાન - 5 સપ્ટેમ્બર
- મત ગણતરી - 8 સપ્ટેમ્બર
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો સમય - 10 સપ્ટેમ્બર