FOLLOW US

1 દિવસમાં 2000થી વધુ માસ્ક બનાવવા બદલ ઝાંસીની યુવતીનું નામ 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ' માં નોંધાયુ

Updated: May 26th, 2023


                                                       Image Source: Freepik

લખનૌ, તા. 26 મે 2023 શુક્રવાર

ઉત્તર પ્રદેશના ઝાંસીની યુવતી નીતિકા સિંહે એક સિદ્ધિ મેળવી છે. નીતિકાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયુ છે. તેને 1 દિવસમાં સૌથી વધુ હેન્ડ મેડ માસ્ક બનાવવા માટે સન્માન આપવામાં આવ્યુ છે. તેણે 1 દિવસમાં 2000થી વધુ માસ્ક બનાવીને લોકોને નિ:શુલ્ક વહેંચ્યા હતા અને આ કામને નિરંતર ચાલુ પણ રાખ્યુ હતુ.

નીતિકા સતત સમાજ સેવાના કાર્યો સાથે જોડાયેલી રહે છે. તે શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબનના ક્ષેત્રે સતત કામ કરતી રહે છે. તાજેતરમાં જ નીતિકાની દેશના ટોપ 20 યુવાનોમાં પસંદગી કરવામાં આવી હતી અને જમ્મુ-કાશ્મીરમાં તેને સન્માનિત કરવામાં આવી હતી. નીતિકાએ પોતે માસ્ક બનાવવાની સાથે જ ઝાંસી પોલીસ સાથે મળીને એક માસ્ક બેન્ક પણ તૈયાર કરી હતી. તેણે મહિલા કોન્સ્ટેબલને માસ્ક બનાવવાની ટ્રેનિંગ પણ આપી હતી.

પોલીસ સાથે મળીને માસ્ક બેન્ક તૈયાર કરી

નીતિકાએ લોકડાઉન દરમિયાન ઘણા લોકોને માસ્ક વિના ફરતા જોયા હતા. જે બાદ તેણે ઘરમાં જ માસ્ક તૈયાર કરવાનો નિર્ણય લીધો. તેના આ કાર્યને જોતા ઝાંસી પોલીસે તેને વિનંતી કરી કે તે માસ્ક બેન્ક પણ તૈયાર કરે. જે બાદ તેણે પોલીસ લાઈનમાં મહિલા કોન્સ્ટેબલને માસ્ક બનાવવાની ટ્રેનિંગ આપી અને ત્યાંથી બનેલા માસ્ક ઝાંસીની સામાન્ય જનતાને વહેંચ્યા.

Gujarat
IPL-2023
Magazines