Get The App

JEE Main 2025નું પરિણામ જાહેર, ગુજરાતના શિવેન તોશ્નીવાલ સહિત 14એ મેળવ્યા 100 પર્સેન્ટાઇલ

Updated: Feb 11th, 2025

GS TEAM


Google News
Google News
JEE Main 2025નું પરિણામ જાહેર, ગુજરાતના શિવેન તોશ્નીવાલ સહિત 14એ મેળવ્યા 100 પર્સેન્ટાઇલ 1 - image


JEE Main 2025 result declared : નેશનલ ટેસ્ટીંગ એજન્સી(NTA)એ જોઇન્ટ એન્ટ્રેસ જેઈઈ મેઇન પરીક્ષા સેશન-1(JEE Main 2025 Session-1)નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતની પરીક્ષામાં 14 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે. જેમાં રાજસ્થાનના આયુષ સિંઘલ, કર્ણાટકના કુશાગ્ર ગુપ્તા, દિલ્હીના દક્ષના નામનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી શિવેન તોશ્નીવાલે 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.      

JEE Main 2025નું પરિણામ જાહેર, ગુજરાતના શિવેન તોશ્નીવાલ સહિત 14એ મેળવ્યા 100 પર્સેન્ટાઇલ 2 - imageટોપર્સ લીસ્ટમાં એક ઉમેદવાર ભારત બહારનો

આ ઉપરાંત 24 ઉમેદવારો એવા છે કે જેમણે 99થી 100 વચ્ચે પર્સન્ટાઇલ મેળવ્યા છે. આ પછી 3 ઉમેદવારો એવા છે કે જેમણે 98થી 99 વચ્ચે પર્સન્ટાઇલ મેળવ્યા છે. 96, 95 અને 90 પર્સન્ટાઇલ મેળવનાર એક-એક ઉમેદવારો છે. NTA તરફથી જાહેર કરવામાં આવેલી ટોપર્સ યાદીમાં એક ઉમેદવાર ભારત બહારનો પણ છે. તેનું નામ સબ્યાસાચી ચૌધરી છે. જેણે 99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. સત્તાવાર પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરો.  

13,11,544 ઉમેદવારોએ કરી હતી અરજી 

અહીં તમને જણાવી દઈએ કે, પરીક્ષામાં 13,11,544 ઉમેદવારોએ અરજી કરી હતી અને તેમાંથી 12,58,136 ઉમેદવારોએ ભાગ લીધો હતો. NTA તરફથી પરીક્ષાનું આયોજન 22, 23, 24, 28 અને 29 તારીખ દરમિયાન બે શિફ્ટમાં લેવામાં આવી હતી. એક શિફ્ટ સવારે 9થી 12 વાગ્યે અને બીજી શિફ્ટ સાંજના 3થી 6 વાગ્યે રાખવામાં આવી હતી.          

ભારતની બહારના 15 શહેરોમાં લેવાયી હતી પરિક્ષા

જેઈઈ મુખ્ય પરીક્ષા 13 ભાષાઓ(આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ)માં લેવામાં આવી હતી. આ ઉપરાંત આ પરીક્ષા ભારતની બહારના 15 શહેરો, મનામા, દોહા, દુબઈ, મસ્કત, રિયાધ, શારજાહ, સિંગાપોર, કુવૈત, કુઆલાલંપુર, કાઠમંડુ, અબુધાબી, પશ્ચિમ જાવા, વોશિંગ્ટન, લાગોસ અને મ્યુનિકમાં પણ લેવામાં આવી હતી.

JEE Main 2025નું પરિણામ જાહેર, ગુજરાતના શિવેન તોશ્નીવાલ સહિત 14એ મેળવ્યા 100 પર્સેન્ટાઇલ 3 - image


Tags :