જેઈઈ એડવાન્સનુ પરિણામ જાહેર, મુંબઈ ઝોનનો આર કે શિશિર દેશમાં પ્રથમ
નવી દિલ્હી,તા.11.સપ્ટેમ્બર.2022 રવિવાર
આઈઆઈટી સહિત કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સનુ પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે.
આ વખતે પરિણામ જાહેર કરવાની જવાબદારી આઈઆઈટી બોમ્બેની હતી.પરિણામ જાહેર થયા બાદ ટોપર્સનુ લિસ્ટ પણ જાહેર કરાયુ છે.બોમ્બે ઝોનના આર કે શિશિરે દેશમાં ટોપ કર્યુ છે.ગર્લ્સમાં દિલ્હીની તનિષ્કા કાબરા ટોપર રહી છે.
આઈઆઈટી એડવાન્સના પરિણામ બાદ 40712 ઉમેદવારોએ ક્વોલિફાય કર્યુ છે.આ વર્ષે કુલ કુલ 1.55 લાખ જેટલા ઉમેદવારોએ એડવાન્સ પરીક્ષા આપી હતી.આ પૈકી 40712 ઉમેદવારોએ ક્વોલિફાય કર્યુ છે.
JEE એડવાન્સ્ડ 2022 ના ટોપર્સ
1 આરકે શિશિર
2 પોલુ લક્ષ્મી સાઈ લોહિત રેડ્ડી
3 થોમસ બિજુ ચિરમવેલી
4 વાંગપલ્લી સાઈ સિદ્ધાર્થ
5 મયંક મોટવાણી
6 પોલિસેટ્ટી કાર્તિકેય
7 પ્રતિક સાહુ
8 ધીરજ કુરુકુંડ
9 માહિત ગઢીવાલા
10 વેચા જ્ઞાન મહેશ
આ વર્ષે જનરલ કેટેગરીમાં કટ ઓ વધીને 88.4 પર્સેન્ટાઈલ થયુ છે.જ્યારે અનામત કેટેગરી પૈકી ઓબીસી, એસસી અને એસટીના ઉમેદવારો માટે જેઈઈ એડવાન્સનુ કટ ઓફ અનુક્રમે 67, 43.08, 26.07 રહ્યુ છે.જે ચાર વર્ષમાં સૌથી ઓછુ છે.ઈડબલ્યુએસ કેટેગરીનુ કટ ઓફ 63.11 રહ્યુ છે.