Get The App

આ દિગ્ગજ નેતાની પક્ષમાંથી હકાલપટ્ટી કરશે ભાજપ? નીતિશ કુમારના નેતાઓ કરી રહ્યા છે ભારે વિરોધ

Updated: Oct 20th, 2024

GS TEAM


Google News
Google News
Bihar Politics


Bihar Politics: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ હાલમાં બિહારમાં હિંદુ સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા હવે સીમાંચલના જિલ્લાઓમાં પહોંચી છે. તેમની યાત્રા ભાગલપુરથી શરૂ થઈ હતી. આ યાત્રામાં તેઓ હિંદુઓને સંગઠિત થવાની અને તેમના ધર્મની રક્ષા કરવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત લવ જેહાદ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સહિત અનેક મુદ્દા ઉઠાવી રહ્યો છે. હવે જેડીયુના નેતા એમએલસી ખાલિદ અનવરે તેમની યાત્રા પર નિશાન સાધ્યું છે.

ખાલિદ અનવરે મોટો દાવો કર્યો છે

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની હિંદુ સ્વાભિમાન યાત્રા પર જેડીયુના નેતા ખાલિદ અનવરે કહ્યું કે, 'હું ભાજપનો આભારી છું જેણે ગિરિરાજ સિંહની કટ્ટરપંથી વિચારધારાથી પોતાને દૂર રાખ્યા છે. તેણે સાબિત કર્યું છે કે બિહાર ભાઈચારાનું સ્થાન છે. ગિરિરાજ સિંહ જેવી વિચારધારા દ્વારા બિહાર ચલી શકે નહીં.'

આ પણ વાંચો: પીરિયડ્સના કારણે ઘર બહાર તંબૂમાં રહેવા મજબૂર મહિલા, સુપ્રીમ કોર્ટના જસ્ટિસે શેર કરી જૂની તસવીર


જેડીયુના નેતા ખાલિદ અનવરે વધુમાં કહ્યું કે, 'જો તમને (ગિરિરાજ સિંહ) લાગે છે કે તમે તમારા યાત્રાથી બિહારને તોડી શકો છો તો તમારે જાણી લેવું જોઈએ કે આ નીતિશ કુમારની સરકાર છે જે કોઈને પણ છોડશે નહીં. જો ગિરિરાજ સિંહ સમાજને તોડવાનું કંઈ કરશે તો અમારી સરકાર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે. ભાજપનું નેતૃત્વ તેમની સામે પગલાં લેવા સક્ષમ છે અને મને લાગે છે કે તેમને ટૂંક સમયમાં જ પક્ષમાંથી દૂર કરવામાં આવશે.'

ગિરિરાજ સિંહે વળતો જવાબ આપ્યો

જેડીયુ નેતા ખાલિદ અનવરના નિવેદન પર ગિરિરાજ સિંહે પણ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, 'હું મારા લોહીના છેલ્લા ટીપા સુધી આ લડાઈ લડતો રહીશ. જે લોકો મંદિરો તોડવા માંગતા હોય, લવ જેહાદ કરવા માંગતા હોય, થૂંક જેહાદ કરવા માંગતા હોય, એજ્યુકેશન જેહાદ અને જમીન જેહાદ કરવા માંગતા હોય તેમને કરવા દો. જેડીયુ, આરજેડી, કોમ્યુનિસ્ટ, કોંગ્રેસ અને ભાજપના હિંદુઓ અમારી સાથે છે. આ યાત્રા રાજકીય નેતાઓ કે પક્ષોની નથી.'

આ દિગ્ગજ નેતાની પક્ષમાંથી હકાલપટ્ટી કરશે ભાજપ? નીતિશ કુમારના નેતાઓ કરી રહ્યા છે ભારે વિરોધ 2 - image

Tags :