Get The App

જસબીર છ વખત પાક. ગયો હતો ફોનમાં 150 પાકિસ્તાનીના નંબર

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
જસબીર છ વખત પાક. ગયો હતો ફોનમાં 150 પાકિસ્તાનીના નંબર 1 - image


જાસૂસી કેસમાં પંજાબના યુટયુબરની મુશ્કેલી વધી

પંજાબ પોલીસે જાસૂસી બદલ દરજી, યુટયુબર, મોચી સહિત મહિનામાં આઠની ધરપકડ કરી

અમૃતસર: પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપી યુટયુબર જસબીરસિંહની પંજાબ પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. હવે તેને લઇને નવા ખુલાસા થઇ રહ્યા છે. માહિતી મુજબ જસબીરસિંહ છ વખત પાકિસ્તાન ગયો હતો, તેના મોબાઇલમાં પાકિસ્તાનના આશરે ૧૫૦થી વધુ લોકોના ફોન નંબર છે. 

જસબીરની જાનમહલ વીડિયો નામની યુટયુબ ચેનલ પર ૧૧ લાખથી વધુ ફોલોઅર્સ છે. આ સપ્તાહે જ તેની ધરપકડ કરાઇ હતી. રિમાન્ડ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું હતું કે મે મારુ લેપટોપ પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ ઓફિસરને એક કલાક માટે આપ્યું હતું. પંજાબના મોહાલીની કોર્ટમાં જસબીરે આ ખુલાસો કર્યો હતો. તેણે કોર્ટને વધુમાં કહ્યું હતું કે મારી એક મહિલા મિત્રએ મારી મુલાકાત દાનિશ સાથે કરાવી હતી. દાનિશ દિલ્હીમાં પાક. એમ્બેસીમાં વિઝા ઓફિસર તરીકે કામ કરતો હતો, જોકે પહલગામ હુમલા બાદ તેને કાઢી મુકાયો હતો.

પાક. માટે જાસૂસીની અન્ય એક યુટયુબર જ્યોતિ મલ્હોત્રા પણ આ દાનિશના સંપર્કમાં હતી. જસબીરે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની દાનિશે મને મોબાઇલ સિમ કાર્ડ ખરીદવા કહ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે યુટયુબર્સને તેમની લોકપ્રિયતા, ઓળખ અને સમ્માજનક છાપને કારણે સંવેદનશીલ વિસ્તારોમાં પણ પ્રવેશ મળી જાય છે. પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇ પોતાના જુઠને લોકો સમક્ષ પહોંચાડવા માટે યુટયુબર્સનો સહારો લઇ રહી છે. પંજાબ પોલીસે એક મહિનામાં આઠ લોકોની જાસૂસી બદલ ધરપકડ કરી છે. જેમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો સામેલ છે. કોઇ મોચી તો કોઇ સિમ કાર્ડ વિક્રેતા કે દરજી છે.

Tags :