For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

COVID19: જનતા કર્ફ્યુના દિવસે 2400 પેસેન્જર ટ્રેન,1300 મેલ તથા એક્સપ્રેસ ટ્રેન રદ્દ

Updated: Mar 20th, 2020

Article Content Imageનવી દિલ્હી,20 માર્ચ 2020 શુક્રવાર

 દેશભરમાં કોરોના વાયરસનાં ફેલાવાનો વધતો રોકવા માટે 22 માર્ચ રવિવારનાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આહવાનથી જનતા કર્ફ્યું રાખવામાં આવશે, આ કારણે ભારતીય રેલવેનાં 2400 પેસેન્જર ટ્રેન તથા 1300 એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

શનિવાર મધ્ય રાત્રીથી રવિવાર રાત દશ વાગ્યાનાં સમયગાળામાં કોઇ પણ રેલવે સ્ટેશન પરથી મુસાફરી નહીં કરી શકે, મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ રવિવાર સવારે થંભી જશે, તમામ ઉપનગરીય ટ્રેન સેવાઓ પણ ઓછી કરવામાં આવશે.

દેશમાં કોરોના વાયરસની સ્થિતી જોતા રવિવાર (22 માર્ચ)નાં દિવસે જાહેર કરવામાં આવેલા જનતા કર્ફ્યુંથી ટ્રેનોનાં આવાગમન પર અસર થશે.

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે શનિવાર રાત 12 વાગ્યાથી રાત 10 વાગ્યા સુંધી પેસેન્જર ટ્રેન યાત્રા કરશે નહીં, ત્યાં જ મેલ અને એક્સપ્રેસ ટ્રેન રવિવાર સવારે 4 વાગ્યે થંભી જશે. 

રેલવે  તંત્રએ યાત્રિકોની સંખ્યા અને કોરોના વાયરસનાં રોગચાળાને જોતા 20થી 31 માર્ચ વચ્ચે દોડતી 90 ટ્રેન શુક્રવારે (20 માર્ચ) રદ્દ કરી છે, તેની સાથે જ રદ્દ કરવામાં આવેલી ટ્રેનોની સંખ્યા વધીને 245 થઇ છે.

આ પહેલા ગુરૂવારે રેલવેએ 84 ટ્રેન રદ્દ કરતા કહ્યું હતું કે કોરોના વાયરસનાં પગલે 155 ટ્રેનો રદ્દ થઇ ચુક્રી છે, સુત્રોનાં જણાવ્યા પ્રમાણે જે લોકોએ આ ટ્રેનની ટીકીટ બુક કરાવી છે,તેમને વ્યક્તીગતરૂપે જાણ કરવામાં આવી છે, તેમને સંપુર્ણ નાણા પરત આપવામાં આવશે.

Gujarat