શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jammu Kashmir News: એપ્રિલ 2025માં પહલગામ આતંકવાદી હુમલો થયો હતો, જેની જવાબદારી આતંકવાદી સંગઠન TRFએ લીધી હતી. હવે આ સંગઠનના સ્થાપક આતંકવાદી સજ્જાદ ગુલ પર મોટી કાર્યવાહી કરાઈ છે. પોલીસે તેની ત્રણ માળની બિલ્ડિંગને સીઝ કરી દીધી છે, જેની કિંમત 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આતંકવાદી સજ્જાદ ગુલે આ બિલ્ડિંગ રોઝ એવેન્યૂ ખાતે 15 મરલા જમીન પર બનાવી હતી. મહેસૂલ વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, પ્રોપર્ટી આતંવાદી સજ્જાદ અહમદ શેખ ઉર્ફ સજ્જાદ ગુલના પિતા ગુલામ મોહમ્મદ શેખના નામ પર દાખલ હતી. પોલીસે આ કાર્યવાહી પરિમપોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ હેઠળ કરી છે.
કયા કાયદા હેઠળ થઈ કાર્યવાહી?
જમ્મુ કાશ્મીર પોલીસે આ કાર્યવાહી ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિમય (UAPA)ની કલમ 25 હેઠળ શરૂ કરી છે. જે હેઠળ અધિકારીઓની તપાસ આતંકવાદીઓની ગતિવિધિઓ માટે ઉપયોગમાં લેવાતી સંપત્તિઓને જપ્ત કરવાનો અધિકાર હોય છે.
જમ્મુ કાશ્મીર પોલીસે TRF વિરૂદ્ધ આ કાર્યવાહી સંબંધિત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કરી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સજ્જાદ ગુલ આતંકવાદને પ્રોત્સાહન આપે છે, દેશ વિરોધી પ્રચાર કરવા અને ઓનલાઈન સરકાર વિરૂદ્ધ અસંતોષ ભડકાવવામાં સામેલ રહ્યો છે.
ગૃહમંત્રાલયે લગાવ્યા હતા આરોપ
જણાવી દઈએ કે, સજ્જાદ ગુલ મૂળ શ્રીનગરનો રહેવાસી છે, અને એક દાયકાથી વધુ સમયથી પાકિસ્તાનમાં રહે છે. 2022માં ગૃહ મંત્રાલયે તેને ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કરેલો છે.
ગૃહમંત્રાલયે કહ્યું હતું કે, તે ફરાર છે. સાથે જ તેના પર જમ્મુ કાશ્મીરના યુવાનોને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું સમર્થન કરવા માટે કટ્ટરપંથી બનાવવા, પ્રેરિત કરવા અને ભરતી કરવાનો આરોપ લગાવ્યો હતો.








