Get The App

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની વધુ એક કરતૂત, વિલેજ ડિફેન્સ ગ્રૂપના બે જવાનોની અપહરણ બાદ કરી હત્યા

Updated: Nov 7th, 2024

GS TEAM

Google News
Google News
Army


Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ સુરક્ષા દળના બે જવાનોનું અપહરણ કરી હત્યા કરી છે. આતંકીઓએ વિલેજ ડિફેન્સ ગ્રૂપના જવાનોનું કિશ્તવાડથી અપહરણ કર્યું હતું. શહિદ જવાનોની ઓળખ નજીર અહેમદ અને કુલદીપ કુમાર તરીકે થઇ છે. જોકે, હજુ સુધી બંનેના મૃતદેહો મળ્યા નથી. બીજી બાજુ આતંકીઓની શોધમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 

સોપોરમાં એન્કાઉન્ટર ચાલુ

કિશ્તવાડમાં આતંકીઓએ બે જવાનોને શહિદ કર્યા છે અને બીજી તરફ, સોપોરમાં સુરક્ષા દળોએ બે-ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળો દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ સૈન્યના જવાનો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ જ છે. 

આ પણ વાંચોઃ 'બઢતી તો જોઈએ જ ને!' અજીત પવારની નજર હવે CMની ખુરશી પર, ભાજપની વધશે ચિંતા

એનસીએ શોક વ્યક્ત કર્યું

જમ્મુ કાશ્મીરની સત્તાધારી પાર્ટી એનસીએ એક નિવેદન જારી કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યું છે. પાર્ટીએ કહ્યું કે, 'પાર્ટી અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા અને સીએમ ઓમર અબ્દુલ્લાએ કિશ્તવાડમાં વિલેજ ડિફેન્સ ગ્રૂપના બે સભ્યોની હત્યાની પર શોક વ્યક્ત કર્યું છે અને આ આતંકવાદી ઘટનાની નિંદા કરી છે. આ પ્રકારની બર્બર હિંસાના કૃત્યો જમ્મુ અને કાશ્મીરમાં દીર્ઘકાલીન શાંતિ હાંસલ કરવામાં નોંધપાત્ર અવરોધ બની રહે છે. દુઃખની આ ઘડીમાં તેમના વિચારો અને પ્રાર્થના મૃતકોના પરિજનો સાથે છે.'

કિંમત ચૂકવવી પડશે: ભાજપ

જમ્મુ અને કાશ્મીર પ્રદેશ ભાજપે કહ્યું કે, 'અમે નજીર અહેમદ અને કુલદીપ કુમારના પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છે, આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે અને અમે પ્રાર્થના કરીએ છે કે દિવંગત આત્માઓને શાંતિ મળે. અમે હિંસાના આ ઘાતકી કૃત્યની સખત નિંદા કરીએ છે અને જેમણે આ જઘન્ય અપરાધ કર્યો છે તેમને કિંમત ચૂકવવી પડશે.'

આ પણ વાંચોઃ VIDEO : 'હું એન્ટી બિઝનેસ નહીં પરંતુ એન્ટી મોનોપૉલી છું', રાહુલ ગાંધીએ કરી સ્પષ્ટતા


Tags :