Get The App

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ 1 - image


Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણમાં સ્થિત દાલ લેકમાં  મોટી દુર્ઘટના ઘટી છે. શુક્રવારે સાંજે ખરાબ હવામાન અને ભારે પવનના કારણે દાલ સરોવરમાં સવાર એક શિકારા અચાનક ડૂબી ગઈ હતી. જેમાં સવાર પ્રવાસીઓ બચાવ માટે બૂમો પાડી રહ્યા હતાં. પાણીમાં વહેણ વધુ હોવાથી શિકારા પલટી ગઈ હોવાની આશંકા છે.

સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ શિકારામાં કેટલા લોકો સવાર હતા, અને કેટલા ડૂબ્યા છે. તેની માહિતી મળી નથી. ભારે પવનના કારણે પાણીના વહેણમાં કરંટ વધ્યો હતો. જેના લીધે શિકારા ડૂબી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે. 


સમાચાર અપડેટ થઈ રહ્યા છે...

Tags :