જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, બે આતંકી ઠાર
Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ચટરૂના સિંહપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ. સુરક્ષાદળોએ ફાયરિંગ બાદ ત્રણથી ચાર આતંકવાદીઓને ઘેરી લીધા. ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. આ અગાઉ બે આતંકવાદીઓને પણ ઠાર મારાયા હતા. જો કે, હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
ન્યૂઝ એજન્સી ANIના અનુસાર, સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી કે ચટરૂના સિંહપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા છે. માહિતી મળતાં જ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો. જ્યારબાદ આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. બંને તરફથી ફાયરિંગ થયું.
કિશ્તવાડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. સુરક્ષા દળોએ કિશ્તવાડના સિંહપોરા, ચટરૂ વિસ્તારમાં અનેક આતંકવાદીઓને ઘેર્યા હતા. સેના અને સુરક્ષા દળોનું સંયુક્ત અભિયાન હાલ ચાલુ છે.
કિશ્તવાડના સબ ડિવિઝન ચટરૂના સિંહપોરામાં અથડામણ થઈ. આતંકવાદીની સંખ્યા ત્રણથી ચાર છે. પહલગામ ઘટના પહેલા આ વિસ્તારમાં જ ત્રણ આતંકવાદીઓને ઠાર મરાયા હતા.
આ વિસ્તાર કાશ્મીરના અનંતનાગથી જોડાયેલો છે. બની શકે કે આ આતંકવાદી પણ કાશ્મીરથી જ આવ્યા હોય. આતંકવાદી જૈશ મોહમ્મદના હોવાનું જણાય રહ્યું છે. હાલ વિસ્તારમાં આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે.