જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત
Jammu Kashmir Bus Accident: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ(ITBP)ના જવાનોને લઈને જઈ રહેલી એક બસ કુલ્લાન પુલ પરથી સિંધ નદીમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના એસડીઆરએફ ગાંદરબલ અને એસડીઆરએફ સિંધ નદીમાં બચાવ કામગીરી હાથ ધરી છે. અત્યારસુધી માત્ર ત્રણ હથિયાર શોધી કાઢવામાં આવ્યા છે. ITBPના નવ જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
દુર્ઘટનાનો વીડિયો જાહેર
ગાંદરબલમાં થયેલા આ બસ અકસ્માતની જાણકારી એસડીઆરએફ દ્વારા આપવામાં આવી હતી. અત્યારસુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ આવ્યા નથી. દુર્ઘટનામાં ડૂબી ગયેલા ITBPના જવાનોની શોધખોળ થઈ રહી છે. દુર્ઘટનાના વીડિયોમાં બચાવ ટીમની કામગીરી જોવા મળી રહી છે. બસમાં કેટલા જવાન સવાર હતા તેની હજી કોઈ માહિતી મળી નથી.
સમાચાર અપડેટ થઈ રહ્યા છે...