પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત
Operation Sindoor : જમ્મુ-કાશ્મીર સહિત ભારતના કેટલાક સરહદી વિસ્તારોમાં પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, જોકે ભારતીય સેનાએ તેના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. મળતા અહેવાલો મુજબ ભારતે પાકિસ્તાનનું એક એફ-16 અને બે જેએફ-17 વિમાનોને તોડી પાડ્યું છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને રાજસ્થાનના જેસલમેરમાં ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હોવાના અહેવાલ છે.
જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથે કરી વાત
આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે (Foreign Minister S Jaishankar) અમેરિકાના વિદેશમંત્રી અને એનએસએસ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) માર્કો રુબિયો સાથે વાતચીત કરી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘આજે (8 મે) સાંજે માર્કો રુબિયો સાથે વાત થઈ છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સહકાર આપવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની ખૂબ પ્રશંસા કરું છું. તેમણે સરહદ પારના આતંકવાદ સામે ભારતના લક્ષિત અને સંતુલિત પ્રતિક્રિયા પર ભાર મૂક્યો છે. ’
વિદેશમંત્રીની ઈટાલી સાથે પણ વાત
વિદેશમંત્રીએ ઈટાલીના વિદેશમંત્રી અને નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તજાની સાથે પણ વાત કરી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘ઈટાલીના વિદેશમંત્રીએ આતંકવાદનો દૃઢતાથી મુકાબલો કરવા માટે ભારતની લક્ષ્યાંકિત અને સંતુલિત કાર્યવાહી પર ચર્ચા કરી છે. કોઈ પણ ઉશ્કેરણીજનક કાર્યવાહી પર કડકાઈથી પ્રતિક્રિયા જોવા મળશે.’
‘કોઈપણ પ્રકારના હુમલાનો કડક જવાબ અપાશે’
જયશંકરે ઈટાલીના વિદેશમંત્રી અને નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તજાની સાથે પણ વાત કરી છે. ‘વર્તમાન ઘટનાક્રમ અંગે યુરોપીય સંઘના ઉપપ્રમુખ સાથે વાતચીત થઈ છે. ભારત પોતાની કાર્યવાહીમાં સંયમ રાખી છે. જોકે, કોઈપણ પ્રકારના હુમલાનો કડક જવાબ આપવામાં આવશે.’