Get The App

યાસીન મલિક સહિત 8 આતંકના ઠેકાણે દરોડા, 35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં કાર્યવાહી

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
યાસીન મલિક સહિત 8 આતંકના ઠેકાણે દરોડા, 35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં કાર્યવાહી 1 - image


Jammu And Kashmir Police Raids: જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સીએ 27 વર્ષીય કાશ્મીરી નર્સની નિર્દયી હત્યા કરવાના કેસમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. ત્રણ  દાયકા (35 વર્ષ) જૂના કેસમાં સુરક્ષા એજન્સીએ આજે શ્રીનગરમાં આઠ આતંકવાદીના ઘરે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. 1990માં કાશ્મીરી હિન્દુ મહિલા સરલા ભટ્ટની હત્યા સંબંધિત કેસમાં આ દરોડા પડાયા હતાં. ભટ્ટ પર સામૂહિક દુષ્કર્મ ગુજારીને હત્યા કરવાના આ કેસમાં 35 વર્ષ બાદ ફરી તપાસ શરૂ કરાઈ છે. 

શું હતો કેસ?

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રહેતી સરલા ભટ્ટ શેરે કાશ્મીર આયુર્વિજ્ઞાન સંસ્થાન સૌરા શ્રીનગરમાં નર્સ હતી. એપ્રિલ, 1990માં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના આંતકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. બાદમાં અનેક દિવસો સુધી તેના પર સામૂહિક દુષ્કર્મ કરી અંતે તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ મૃતદેહ ડાઉનટાઉન શ્રીનગરના રસ્તા પર ફેંકી દીધો હતો. 

 JKLFના નવ આતંકવાદીના ઘરે દરોડા

પોલીસ અને સુરક્ષા એજન્સીએ આજે JKLFના આઠ આતંકવાદીના ઘરે દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં યાસીન મલિકનું ઘર પણ સામેલ છે. યાસીન મલિક પર પણ આતંકી પ્રવૃત્તિઓ કરવા તેમજ ફંડિંગનો કેસ ચાલી રહ્યો છે. જે તિહાર જેલમાં બંધ છે.

JKLFના આદેશને પડકારતા થઈ હતી હત્યા

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ભટ્ટે પંડિતોને સરકારી નોકરી છોડી દેવા અને ખીણ છોડવા માટે આતંકવાદીઓના આદેશોનો વિરોધ કર્યો હતો, અને JKLFના અધિકારને ખુલ્લેઆમ પડકાર્યો હતો, જેના કારણે તેની હત્યા થઈ હતી. આટલે ન અટકતાં JKLFના આતંકીઓએ ભટ્ટના પરિવારને પણ અનેક ધમકીઓ આપી હતી. વધુમાં સ્થાનિક લોકોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી ન આપવા પણ ધમકી અપાઈ હતી. ગયા વર્ષે આ કેસ SIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે શોધખોળથી ‘ગુનાઇત પુરાવા’ મળી આવ્યા છે જે ભટ્ટ અને તેના પરિવારને ન્યાય અપાવવાના ઉદ્દેશ્ય સાથે ‘સમગ્ર આતંકવાદી કાવતરાનો પર્દાફાશ’ કરવામાં મદદ કરશે.

આ આતંકીઓના ઘરે પાડ્યા દરોડા

1. જાવેદ અહમદ મીર ઉર્ફ નલકા પુત્ર ગુલામ નબી મીર (રહે. ઝૈનાકદલ)

2. મોહમ્મદ યાસીન મલિક પુત્ર ગુલામ કાદિર મલિક  (રહે. મૈસુમા, શ્રીનગર- હાલમાં તિહાર જેલમાં બંધ)

3. પીર નૂર ઉલ હક શાહ ઉર્ફ એર માર્શલ પુત્ર પીર ગુલામ રસૂ શાહ (રહે. ઇલાહી બાગ, બુચપોરા, શ્રીનગર)

4. અબ્દુલ હમીદ શેખ પુત્ર અબ્દુલ કબીર શેખ (રહે. દંદરકાહ, બટમાલુ- એન્કાઉન્ટરમાં માર્યો ગયો)

5. બશીર અહમદ ગોજરી પુત્ર ગુલામ રસૂલ ગોજરી (રહે. કદિકાદલ સોકાલીપોરા, શ્રીનગર)

6. ફિરોઝ અહમદ ખાન ઉર્ફ જાન મોહમ્મદ ઉર્ફ જાના કાચરૂ પુત્ર ગુલામ અહમદ ખાન (રહે. સજગરીપોરા, શ્રીનગર)

7. ગુલામ મોહમ્મદ ટપલુ પુત્ર અસદુલ્લા ટપલુ  (રહે. ટીપલુ મોહલ્લા અંચાર)

8. ગુલામ મોહમ્મદ ટપલુ પુત્ર અસદુલ્લા ટપલુ (રહે. એપી અલ-હમઝા કોલોની, અહેમદનગર, શ્રીનગર)

યાસીન મલિક સહિત 8 આતંકના ઠેકાણે દરોડા, 35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં કાર્યવાહી 2 - image

Tags :