Get The App

એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને ITની નોટિસ, સંપત્તિનો હિસાબ માંગ્યો

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને ITની નોટિસ, સંપત્તિનો હિસાબ માંગ્યો 1 - image


Income Tax Notice: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની શિવસેનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિંદે જૂથના નેતા અને સરકારના મંત્રી સંજય શિરસાટને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ ફટકારી છે. મળતી માહિતી મુજબ, માત્ર શિરસાટ જ નહીં પરંતુ એકનાથ શિંદેના દીકરા અને સાંસદ શ્રીકાંત શિંદેને પણ નોટિસ ફટકારવામાં આવી છે. 

'હું આ નોટિસનો જવાબ આપીશ'

સંજય શિરસાટને તેમની સંપત્તિમાં થયેલા વધારાના કારણે નોટિસ ફટકારી હોવાનું સામે આવ્યું છે. આ મામલે શિરસાટે મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને અન્ય એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે અને તેમાં કાંઈ ખોટું નથી. વર્ષ 2019 થી 2024 દરમિયાન મારી સંપત્તિમાં થયેલા વધારાને લઈને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી છે. હું આ નોટિસનો જવાબ આપીશ.'

'કોઈએ ફરિયાદ કરી હતી...'

તેમણે કહ્યું કે, 'અમુક લોકોએ મારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મને નોટિસ ફટકારવામાં આવી છે. ઇન્કમટેક્સે 9 તારીખ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું, પરંતુ અમે વધુ સમય માંગ્યો છે. અમે કાંઈ ખોટું નથી કર્યું. તે ફક્ત એ જાણવા માગે છે કે, સંપત્તિ કઈ રીતે વધી. અમે કાયદાકીય રીતે આનો જવાબ આપીશું.'

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ એ રાજકીય દબાણ છે કે નહીં તેના પર તેમણે જણાવ્યું હતું કે, 'મારા પર કોઈનું દબાણ નથી. હું એવું નથી કહી રહ્યો કે શિવસેનાને દબાવવાની કોશિશ થઈ રહી છે. એજન્સીઓ ફક્ત તેમનું કામ કરી રહી છે.'

આ પણ વાંચો: VIDEO: 'સાહેબ માત્ર 3 કલાક વીજળી આવે છે', જય શ્રીરામનો નારો લગાવી પ્રજાની ફરિયાદોથી ભાગ્યા મંત્રી

શિરસાટે આ મામલાને વધુ ગંભીર ન બતાવતા કહ્યું કે 'અમે 2024 ના ચૂંટણી સોગંદનામામાં મારી બધી માહિતી આપી હતી. તેમ છતાં, જો વિભાગને વધુ સ્પષ્ટતાની જરૂર હોય, તો અમે સંપૂર્ણ સહયોગ કરીશું. શ્રીકાંત શિંદેને પણ નોટિસ મળી છે. દરેકને નોટિસ મળે છે અને તેનો કોઈ રાજકીય અર્થ કાઢવો જોઈએ નહીં.

Tags :