આઈએસ ટોપર ટીના ડાબી કરશે બીજા લગ્ન, તેમના ભાવિ પતિ પણ પ્રદીપ ગવાંડે પણ આઈએએસ છે
નવી દિલ્હી,તા.29.માર્ચ.2022,મંગળવાર
સોશિયલ મીડિયા પર જાણીતા આઈએએસ ટોપર ટીના ડાબી બીજા લગ્ન કરવા માટે જઈ રહ્યા છે.
તેમણે પોતાના ભાવી પતિ સાથેની તસવીર આજે સોશિયલ મીડિયા પર શેર કરી છે.તેમના ભાવિ પતિ પ્રદીપ ગવાંડે તેમના કરતા 13 વર્ષ મોટા છે અને આઈએએસ ઓફિસર છે.
યુપીએસસીની 2016ની બેચની ટોપર ટીના ડાબી અને પ્રદીપ ગવાંડેના લગ્ન 22 એપ્રિલે થશે.સોશિયલ મીડિયા પર ટીના ડાબીએ કરેલી જાહેરાત બાદ તેઓ ટ્રેન્ડિંગમાં છે.
તેમના ભાવિ પતિ 2013ની રાજસ્થાન કેડરના આઈએએસ છે. તેઓ કલેકટર રહી ચુકયા છે. યુપીએસસી પાસ કરતા પહેલા તેમણે એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. હાલમાં તેઓ રાજસ્થાનના મ્યુઝિયમ વિભાગના ડાયરેકટર છે. પ્રદીપ ગવાંડેના પણ આ બીજા લગ્ન છે.
જાણકારી પ્રમાણે ટીના અને પ્રદીપના લગ્ન જયપુરમાં થવાના છે. આ પહેલા ટીના ડાબીએ આઈએએસ અતહર ખાન સાથે લગ્ન કર્યા હતા અને બંનેના 2020માં છુટાછેડા થયા હતા.