નાગરિકતા સંશોધન પર બોલી રહેલા કેરળના રાજ્યપાલનો થયો વિરોધ
નવી દિલ્હી તા. 28 ડિસેમ્બર 2019, શનિવાર
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. તેમનો આરોપ છે કે પ્રસિદ્ધ ઈતિહાસકાર ઈરફાન હબીબએ સ્ટેજ પર ચઢીને તેમને બોલતા રોકયા જ્યારે તે નાગરિક્તા કાયદા સુધારા(CAA)ના વિરોધમાં થયેલા પ્રદર્શન પર ચર્ચા કરી રહ્યા હતા.
આ અંગે કેરળના રાજયપાલે તેમના ટિ્વટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં જણાવ્યું છે કે, કેવી રીતે ઇરફાન હબીબ સ્ટેજ પરથી બોલતી વખતે તેમને રોકવા પહોચ્યો હતો. જે દરમિયાન તેમના સુરક્ષાકર્મીની સાથે સામાન્ય ધક્કા-મુક્કી પણ થઈ હતી. તેમજ રાજ્યપાલે આ ધટનાની નિંદા કરી છે.
આ ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ઈરફાન હબબી, કોંગ્રેસના 80 સંમ્મેલનના ઉદ્ધાટન દરમિયાન સંબોધન પર ત્યારે હુમલો કર્યો જ્યારે તેઓ મૌલાના અબ્દુલ કલામ આઝાદને હવાલો આપ્યો. તેમજ ચીસો પાડીને કહ્યું કે મને ગોડસેનો હવાલો આપવો જોઈએ. જ્યારે તેમને સ્ટેજ પર ચઢતા રોકવામાં આવ્યા ત્યારે રાજ્યપાલના મદદનીશ સૈન્ય અધિકારીઓ અને સુરક્ષા જવાનોને ધક્કો માર્યો હતો.
તેમણે થોડા સમય પછી ટ્વીટ કર્યું જેમા તેમણે લખ્યું કે, હું પહેલા વક્તાઓના જવાબ આપી રહ્યો હતો અને બંધારણની મૂળ ભાવના સમજાવાની કોશિશ કરી રહી રહ્યો હતો. પરંતુ સ્ટેજ અને સામે બેઠેલા લોકોએ મને બોલતા રોક્યો જે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે. જે બીજા લોકોની વિચારધારાની વિરૂદ્ધ અસહિષ્ણુતા દર્શાવે છે.