Get The App

IRCTC લાવ્યું દુબઈ ટૂર પેકેજ, નવા વર્ષે સસ્તામાં ફરો આ જગ્યાઓ પર, 6 દિવસનો છે પ્રવાસ

આ ટુર પેકેજ દિલ્હીથી શરુ થશે અને તેમા અબુ ધાબી અને દુબઈ ડેસ્ટિનેશન પણ કવર કરી લેવામાં આવશે.

ટુર પેકેજની શરુઆતની કિંમત 95400 રુપિયા રાખવામાં આવી છે

Updated: Nov 21st, 2023

GS TEAM

Google News
Google News
IRCTC લાવ્યું દુબઈ ટૂર પેકેજ, નવા વર્ષે સસ્તામાં ફરો આ જગ્યાઓ પર, 6 દિવસનો છે પ્રવાસ 1 - image
Image Social Media

તા. 21 નવેમ્બર 2023, મંગળવાર 

IRCTC Dubai Tour Package: IRCTC પ્રવાસીઓ માટે દુબઈનું ટુર પેકેજ લાવ્યું છે. આ ટુર પેકેજમાં ટુરિસ્ટ સસ્તામાં અને સુવિધા સાથે દુબઈની સફર કરી શકશે. આ ટુર પેકેજ દિલ્હીથી શરુ થશે અને તેમા અબુ ધાબી અને દુબઈ ડેસ્ટિનેશન પણ કવર કરી લેવામાં આવશે. જો કે IRCTC પ્રવાસીઓ માટે દેશ અને વિદેશમાં પણ વિવિધ ટુર પેકેજ ગોઠવતી હોય છે. 

આ ટુર પેકેજ દ્વારા પ્રવાસીઓ સસ્તામાં યાત્રા કરી શકશે અને તે સાથે ટુરિઝ્મને પ્રોત્સાહન મળી શકે છે. IRCTCના ટુર પેકેજમાં એક ખાસિયત હોય છે કે આ ટુરિસ્ટોને રહેવાની અને જમવાની સુવિધા ફ્રીમાં જ થાય છે. આ ઉપરાંત કેટલાક ટુર પેકેજમાં યાત્રાળુઓને ટ્રાવેલ્સ ઈન્શ્યોરેંસની સુવિધા પણ આપવામાં આવે છે. આવો જાણીએ કે દુબઈ ટુર પેકેજ વિશે વિસ્તારથી જાણીએ. 

5 રાત અને 6 દિવસનું છે આ ટુર પેકેજ

IRCTC ના આ દુબઈ ટુર પેકેજ 5 રાત અને 6 દિવસ માટે છે. ટુર પેકેજનું નામ ડેઝલિંગ દુબઈ રાખવામાં આવ્યું છે આ પેકેજની શરુઆત 12 ફેબ્રુઆરી 2024 થી થશે. ટુર પેકેજની શરુઆતની કિંમત 95400 રુપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત દુબઈ ટુર પેકેજની વધુ માહિતી IRCTCના એક્સ પેજ પરથી મળી રહેશે. 

IRCTC ના આ દુબઈ ટુર પેકેજમાં ટુરિસ્ટ ફ્લાઈટ દ્વારા યાત્રા કરશે. ટુરિસ્ટ કંફર્ટ ક્લાસમાં યાત્રા કરશે. આ ટુર પેકેજ 25 ફેબ્રુઆરી 2024માં ફરી શરુ થશે. આ ટુર પેકેજમાં ટુરિસ્ટોને બ્રેરફાસ્ટ અને ડિનર આપવામાં આવશે. 

Tags :