'બેઇમાન' IPSને 'ઇમાનદારી'ના પેપરમાં સૌથી વધુ ગુણ
- પોતાની પત્નીની મદદથી ફોન દ્વારા જવાબ પૂછતો ઝડપાયો હતો
- કરીમે બધા IPS ઓફિસરોના નામ ખરાબ કર્યા
ચેન્નઇ, તા. 01 નવેમ્બર 2017, બુધવાર
ચેન્નઇમાં UPSCના પેપરમાં છેતરપિંડી કરતા રંગે હાથ ઝડપાયેલા IPS ઓફિસર સફીર કરીમના મામલે એક વધુ ચોંકાવનારી વિગત સામે આવી છે.
સફીર કરીમે સિવિલ સર્વિસ-2014ની પરિક્ષામાં આચાર સંહિતાનાં પેપરમાં અન્ય વિષયોની સરખામણીએ સૌથી સારા ગુણ મેળવ્યા હતા. આ આચાર સંહિતાનું પેપર ઉમેદવારની ઇમાનદારી ચકાસવા માટે હોય છે.
સફીર કરીમે આ પેપરમાં આખા ભારતમાંથી 112મું સ્થાન મેળવ્યું હતું. આ વાતની જાણકારી કરીમ સાથે વાત તૈયારી કરવાવાળા એક વ્યક્તિએ આપી હતી. તે હાલ ઓલ ઇન્ડિયા સર્વિસ(AIS)ના ઓફિસર છે. તેમજ તેમણે જણાવ્યું કે આ પેપર કોઇની ઇમાનદારી ચકાસવામાં નિષ્ફળ રહ્યું છે અને કરીમે બધા IPS ઓફિસરોના નામ ખરાબ કર્યા છે.
સફીર કરીમે જે સંસ્થામાંથી તાલીમ મેળવી ત્યાંના લોકો પણ કરીમથી ખૂબ જ નારાજ છે. સંસ્થાના ડિરેક્ટર કે. એસ. રાવે જણાવ્યું હતું કે, જે વ્યક્તિને આચાર નીતિની પરિક્ષામાં સારા ગુણ પ્રાપ્ત થયા છે તે આવા અનૈતિક કામો કરે તે બનાવ ખરેખર શર્મજનક છે.
ધરપકડ પછી કરીમ સંતોષજનક જવાબ નહોતો આપી શક્યો. જેથી તેની નોકરી પણ જઇ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમિલનાડૂ સરકાર પાસે આ બાબતે કરીમના વ્યવહારનો રિપોર્ટ મંગાવ્યો છે.
મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે આવો વ્યક્તિ IPSને લાયક નથી અને રિપોર્ટ મળ્યા પછી તેની પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો