Get The App

બરેલી હિંસા બાદ UPમાં મોટી કાર્યવાહી: મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
બરેલી હિંસા બાદ UPમાં મોટી કાર્યવાહી: મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ 1 - image

Bareilly News: ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસા બાદ પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે, જિલ્લામાં 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ રાખવાના નિર્દેશો અપાયો છે. બીજી તરફ પોલીસે મૌલાના તૌકીર રઝાની ધરપકડ કરી હતી. મૌલાના તૌકીર રઝા સહિત આઠ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે બરેલીમાં થયેલી હિંસાના સંદર્ભમાં 40 લોકોની અટકાયત કરી છે અને 2,000 જેટલા પથ્થરબાજો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મૌલાના તૌકીર રઝા ખાનનું નામ આરોપી તરીકે નામ સામે આવ્યું

અહેવાલો અનુસાર, પોલીસે હિંસા મામલે શહેરના પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છ કેસ દાખલ કર્યા છે. કોતવાલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા રમખાણ કેસમાં IMCના વડા મૌલાના તૌકીર રઝા ખાનનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું છે, જ્યારે બાકીના કેસોમાં મૌલાનાના સમર્થકોનું નામ લેવામાં આવી રહ્યું છે. તપાસના આધારે, બારાદરી પોલીસે કૈફ એન્ક્લેવના રહેવાસી મેરેજ હોલ સંચાલક ફરહત અને તેના પુત્રનો પણ આ કેસમાં સમાવેશ કર્યો છે. આ વ્યક્તિઓએ ગુરુવાર રાતથી મૌલાનાને તેમના ઘરમાં આશ્રય આપ્યો હતો. હાલમાં, મૌલાના તૌકીર રઝાની પોલીસે ધરપકડ કરી છે. 

આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા સામે અધધધ... 1 અબજ 24 કરોડનો દંડ, જાણો શું હતો આરોપ

જાણો શું છે મામલો

આઈ લવ મોહમ્મદના સમર્થનમાં મૌલાના તૌકીર રઝા ખાનના બોલાવવામાં આવ્યા હતા. જોકે, મૌલાના ગેરહાજર હોવાથી ભીડ બેકાબૂ બની ગઈ. તોફાનીઓએ ખલીલ સ્કૂલ ચોકડી પાસે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી. નવલતી ચોકડી પર પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો અને શ્યામગંજમાં ગોળીબાર કર્યો. શહેરમાં લગભગ ત્રણ કલાક સુધી અશાંતિ રહી. ભીડને વિખેરવા માટે, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. સાંજે 5 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ.