સરકાર દસ દિવસમાં જાણ કરે કે લોકપાલ પસંદગી સમિતની બેઠક ક્યારે બોલાવશે? : સુપ્રીમ
સુપ્રીમે લોકપાલ પસંદગી સમિતિએ સૂચવેલા નામ જાહેર કરવાની પ્રશાંત ભૂષણની માગ ફગાવી
સરકાર વતી સુપ્રીમમાં એટર્ની જનરલ હાજર રહ્યાં
નવી દિલ્હી, તા. ૭
સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રને આદેશ આપ્યો છે કે તે દસ દિવસની અંદર જણાવે કે લોકપાલ પસંદગી સમિતિની બેઠક ક્યારે થવાની છે. આ સમિતિ દ્વારા લોકપાલના સભ્યો અને તેના અધ્યક્ષની પસંદગી થવાની છે.
એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સર્ચ કમિટીના ચેરમેને મને જાણ કરી છે કે ૨૮ ફેબુ્રઆરીના રોજ ચેરમેન, જ્યુડિશિયલ મેમ્બર અને નોન જ્યુડિશિયલ મેમ્બરની નિમણૂક માટે પસંદગી સમિતિને ત્રણ નામ મોકલવામાં આવ્યા છે.
એટર્ની જનરલે વધુમાં જણાવ્યું હતું કે લોકપાલ પસંદગી સમિતિની બેઠક વહેલામાં વહેલી તકે બોલાવવામાં આવશે.
આ ઉપરાંત મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે પ્રશાંત ભૂષણની એ અરજીને પણ ફગાવી દીધી હતી કે જેમા સિલેકશન કમિટીને લોકપાલ માટે પ્રસ્તાવિત અધ્યક્ષ અને તથા સભ્યોના નામ જાહેર કરવાના નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરાયેલ એ અરજીને પણ ફગાવી દીધી હતી જેમાં અવમાનનાની સુનાવણીથી જસ્ટિસ અરુણ મિશ્રાએ પોતાને અલગ કરી લીધા હતાં.
પ્રશાંત ભૂષણની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ પસંદગી સમિતિનું કાર્ય કરી શકે નહીં.