ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળશે Z કેટેગરીની સુરક્ષા
નવી દિલ્હી, તા. 10 ઓગસ્ટ 2022 બુધવાર
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને કેન્દ્ર સરકાર તરફથી ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રો અનુસાર આઈબીના ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ગૌતમ અદાણીને આ સુરક્ષા આપવામાં આવી છે. ગૌતમ અદાણી પોતાની સુરક્ષા પર થનારા ખર્ચને પોતે ભોગવશે.
ઝેડ સુરક્ષા હેઠળ કુલ 33 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. ગૌતમ અદાણી પહેલા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીને પણ ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. અંબાણી તરફથી પણ પોતાની સુરક્ષા પર થનારા ખર્ચને ઉપાડવામાં આવે છે. આ શરતોના આધારે ગૌતમ અદાણીને પણ સુરક્ષા આપવામાં આવી છે.