Get The App

પ્રજાસત્તાક દિન પરેડ સમયે ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુણીયાન્તો મુખ્ય અતિથિ

Updated: Jan 12th, 2025

GS TEAM

Google News
Google News
પ્રજાસત્તાક દિન પરેડ સમયે ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુણીયાન્તો મુખ્ય અતિથિ 1 - image

સૌથી વધુ મુસ્લીમ વસ્તી ધરાવતા દક્ષિણ ચીન સમુદ્રના ટાપુઓના બનેલા આ દેશના પ્રમુખને ખૂબ ગણતરીપૂર્વક મુખ્ય મહેમાન રાખ્યા છે

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના નવનિર્વાચિન પ્રમુખ પ્રબોળો સુવીયાન્તો ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિને પ્રમુખ મહેમાન હશે. ઉલ્લેખનીય છે કે ૧૯૫૦ના સૌથી પહેલા પ્રજાસત્તાક દિને ઇન્ડોનેશિયા તે સમયના પ્રમુખ શસ્ત્રોમિજોયો સુકર્ણો (શસ્ત્રવિદ્યુત સુકર્ણ) મુખ્ય મહેમાન પદે હતા. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદે એક જ વિદેશ યાત્રા કરી હતી તે હીન્દેશિયા (ઇન્ડોનેશિયા)ની ત્યારે પ્રમુખ સુકર્ણોએ કહ્યું હતું કે આજે મારા અને ઇન્ડોનેશિયાના તમામ નાગરિકોના વડીલ (મોટાભાઈ) બંધુ તરીકે હું આપનું સ્વાગત કરૂં છું.

ઉલ્લેખનીય છે કે ભારત અને હિન્દેશિયા વચ્ચે તો સદીઓથી વ્યાપાર વિનિમય સંબંધો રહ્યા છે. અમે આ સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં પ્રગાઢ કરવાની અપેક્ષા રાખીએ છીએ તેમ ઇન્ડોનેશિયાનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

ભારતે જી-૨૦નો સેપ્ચર, ઇન્ડોનેશિયા પાસેથી જ સ્વીકાર્યો હતો, તે પણ ઉલ્લેખનીય છે. સૌથી વધુ મહત્ત્વની વાત તો તે છે કે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધી રહેલી દાદાગીરી ઇન્ડોનેશિયન માટે પણ ચિંતાજનક સૌથી વધુ બની રહી છે. ત્યારે સત્તા સંતુલનની દ્રષ્ટિએ પણ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના ગાઢ સંબંધો અનિવાર્ય બની રહ્યા છે.

આ પૂર્વે પણ તેઓ જ્યારે ઇન્ડોનેશિયા સંરક્ષણ મંત્રી અને નેશનલ સિક્યુરીટી એડવાઇઝર હતા ત્યારે ૨૦૨૦માં તેઓએ દિલ્હીની મુલાકાત લીધી હતી અને અનેક વિધ પ્રશ્નો અંગે ગહન મંત્રાલયો હાથ ધરી હતી.

પ્રમુખ સુવીયાનો ભારતમાં પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન છે. તે જાણી પાકિસ્તાને પણ તેઓને તેમના દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ શહબાઝ શરીફની સરકારનું આમંત્રણ તેઓ સ્વીકારશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.

સૌથી વધુ મહત્ત્વની વાત તે છે કે દુનિયામાં સૌથી વધુ મુસ્લીમ વસ્તી (૧૬ કરોડથી વધુ) ધરાવતા અને દક્ષિણ ચીન સમુદ્રમાં અતિ મહત્ત્વનું વ્યૂહાત્મક સ્થળ ધરાવતા આ દેશના પ્રમુખને ૨૬ જાન્યુઆરીએ મુખ્ય મહેમાન તરીકે આમંત્રી ભારતે એક સાથે બંને પાકિસ્તાન અને ચીનને સંકેતો પાઠવી દીધા છે.