VIDEO: ફ્લાઈટ પર વીજળી પડી! શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાનનો આગળનો ભાગ તૂટ્યો
Indigo Flight Emergency Landing: દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ 6E2142 (રેજિસ્ટ્રી VT-IMD)નું ગંભીર હવામાનનો સામનો કરવો પડ્યો. ઉડાન દરમિયાન દિલ્હીથી શ્રીનગર વચ્ચે હિમવર્ષા અને કરા પડ્યા, જેને લઈને વિમાનમાં બૂમાબૂમ થઈ. વિમાન પર વીજળી પડવાની વાત પણ સામે આવી છે. આ દરમિયાન પાયલટે એટીસી શ્રીનગરને ઇમરજન્સી માહિતી આપી દીધી અને પછી તેને થોડીવાર બાદ શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું.
ફ્લાઈટમાં કુલ 227 મુસાફરો હતા. ખરાબ હવામાન છતાં, પાયલટ અને ક્રૂ મેમ્બરની સુઝબુઝને લઈને વિમાન સુરક્ષિત રીતે 18.30 વાગ્યે શ્રીનગર એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું. તમામ મુસાફર અને એરકર્મી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જો કે, વિમાનના આગળના ભાગને નુકસાન થયું છે.
ઇન્ડિગો એરલાઈને વિમાનને 'એરક્રાફ્ટ ઑન ગ્રાઉન્ડ' (AOG) જાહેર કરી દીધા છે, જેનાથી આ વિમાન ટેકનિકલ તપાસ અને રિપેરિંગ માટે બેઝપ્લેનમાં રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે, વિમાન પર વીજળી પડ્યા બાદ કેટલીક ટેક્નિકલ ખરાબી પણ આવી ગઈ. ફ્લાઈટના ટ્રેકિંગ ડેટાથી ખબર પડે છે કે વિમાન હવામાં ગોળ-ગોળ ફરી ગયું.
ગોવા માટે ઇન્ડિગોની એડવાઇઝરી
ઇન્ડિગો એરલાઈન્સે આ પહેલા ગોવા માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે રાજ્યમાં ભારે વરસાદના કારણે ઉડાનોને અસર પહોંચી શકે છે. ઉડાનોમાં મોડું પણ થઈ શકે છે.