India

વધુ એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી: 180 મુસાફરો સાથે દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
ઈન્ડિગોની દિલ્હીથી લેહ જતી 6E 2006 ફ્લાઈટનું આજે ગુરૂવારે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. વિમાન ટૅક ઑફ થયાના થોડી જ ક્ષણોમાં તેમાં ટેક્નિકલ ખામી આવી હતી. જેના લીધે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. જો કે, ફ્લાઈટ સુરક્ષિતપણે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. વિમાનમાં 182 પેસેન્જર સવાર હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે. વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયા બાદ પણ હજી સુધી ઈન્ડિગો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઈન્ડિગોએ ટેક્નિકલ ખામી વિશે કઈ જણાવ્યું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વધુ એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી: 180 મુસાફરો સાથે દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

Indigo Flight Emergency Landing: ઈન્ડિગોની દિલ્હીથી લેહ જતી 6E 2006 ફ્લાઈટનું આજે ગુરૂવારે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. વિમાન ટૅક ઑફ  થયાના થોડી જ ક્ષણોમાં તેમાં ટેક્નિકલ ખામી આવી હતી. જેના લીધે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. જો કે, ફ્લાઈટ સુરક્ષિતપણે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. વિમાનમાં 182 પેસેન્જર સવાર હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે.

ઈન્ડિગોએ ઈમરજન્સી લેન્ડિંગ બાદ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું કે, એરક્રાફ્ટ ફરી સંચાલનમાં આવે તે પહેલાં જરૂરી સમારકામ થઈ રહ્યું છે. મુસાફરોને લેહ પહોંચાડવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 15%નો ઘટાડો કરશે

17 જૂને એર ઈન્ડિયાની સાત ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ રોજબરોજ ફ્લાઇટમાં ખામીના સમાચાર મળી રહ્યા છે.  17 જૂનના રોજ એર ઇન્ડિયાની કુલ સાત ફ્લાઇટ ટેક્નિકલ તથા અન્ય કારણોસર ઉડાન ભરી શકી ન હતી. એર ઇન્ડિયાની દિલ્હીથી પેરિસ, લંડનથી અમૃતસર, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ અને અમદાવાદથી લંડન આવતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા, બેંગ્લુરુથી લંડન જતી ફ્લાઇટ પણ રદ થઈ હતી. મોટાભાગની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. રદ થયેલી ફ્લાઇટ્સમાં છ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતી. આ મોડલ જ અમદાવાદમાં ક્રેશ થયું હતું.