પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના

| Representative image |
Bird Strike Damages IndiGo Aircraft: ઈન્ડિગો એરલાઈન્સના એક વિમાન સાથે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મુંબઈથી ઉડાન ભરેલા ઈન્ડિગોના વિમાન સાથે ઉત્તરાખંડના ઋષિકેશ નજીક પક્ષી અથડાતાં વિમાનને નુકસાન થયું હોવાના અહેવાલ છે. જોકે, વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાની પુષ્ટિ અધિકારીઓએ કરી છે.
લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ઘટના
અહેવાલો અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સનું વિમાન મુંબઈથી 186 મુસાફરોને લઈને આવી રહ્યું હતું. ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત ઋષિકેશ નજીક જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર વિમાન જ્યારે રનવે પર હતું, ત્યારે તે પક્ષી સાથે અથડાયું, જેના કારણે વિમાનના એક ભાગને નુકસાન થયું. અકસ્માત સમયે વિમાનમાં 186 મુસાફરો સવાર હતા. તાત્કાલિક કાર્યવાહીને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને બધા મુસાફરો સુરક્ષિત છે.
આ પણ વાંચો: ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત
વિમાન સાથે પક્ષીઓ કેમ અથડાય છે?
વિમાન સાથે પક્ષીઓ અથડાવવાની ઘટના સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે વિમાન ઓછી ઊંચાઈએ હોય છે, એટલે કે ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન. સામાન્ય રીતે અસરગ્રસ્ત ભાગોમાં વિમાનનું નાક (નોઝ), વિન્ડશિલ્ડ, પાંખો અને લેન્ડિંગ લાઇટનો સમાવેશ થાય છે.
સૌથી મોટું જોખમ વિમાનના એન્જિનને છે. આધુનિક જેટ એન્જિનો નાના પક્ષીઓ સાથેની ટક્કર સહન કરવા માટે રચાયેલા હોય છે, પરંતુ જો મોટું પક્ષી અથડાય તો એન્જિનમાં કંપન, શક્તિ ગુમાવવી અથવા એન્જિન બંધ થવા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

