India

ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ

By GS TEAM
9 Dec 20251 min read
TukuTouch Logo
IndiGo Crisis: ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો છેલ્લા કેટલાક દિવસથી સંકટમાં ફસાઈ છે. જેના કારણે દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરવામાં આવી રહી છે. ભારતના તમામ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં મુસાફરોએ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે અત્યારે સુધી નોટિસ સિવાય કોઈ મોટી કાર્યવાહી કરી નથી. જોકે હવે મોટા પગલાં લેવાય તેવા સંકેત મળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ

IndiGo Crisis:  ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો છેલ્લા કેટલાક દિવસથી સંકટમાં ફસાઈ છે. જેના કારણે દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરવામાં આવી રહી છે. ભારતના તમામ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં મુસાફરોએ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે અત્યારે સુધી નોટિસ સિવાય કોઈ મોટી કાર્યવાહી કરી નથી. જોકે હવે મોટા પગલાં લેવાય તેવા સંકેત મળ્યા છે. 

ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં થશે ઘટાડો 

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર ઈન્ડિગોની ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકશે. જેથી પરિચાલન સારી રીતે થઈ શકે અને મુસાફરોની પરેશાની ઓછી થાય. વર્તમાનમાં ઈન્ડિગોની 2200 દૈનિક ફ્લાઈટ છે. જે નિશ્ચિત રૂપે ઓછી કરવામાં આવશે. 

સરકારનો દાવો છે કે પહેલી ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધીમાં 7 લાખ 30 હજાર ટિકિટ માટે 745 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે. સાથે સાથે ઈન્ડિગોએ 9 હજારમાંથી 6 હજાર બેગ મુસાફરોને પરત પહોંચાડી દીધા છે. 

DGCAની નોટિસનો જવાબ

બીજી તરફ DGCAએ ઈન્ડિગોને શો કોઝ નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં ઈન્ડિગોએ ટેકનિકલ ખામી, શિયાળાના કારણે સમયમાં બદલાવ, ખરાબ વાતાવરણ, વધુ ભીડ અને ક્રૂને લઈને નવા નિયમોનો હવાલો આપ્યો છે. 

શેર માર્કેટમાં 'ક્રેશ લેન્ડિંગ'

શેર માર્કેટમાં પણ ઈન્ડિગોને નુકસાન થઈ રહ્યું છે. શેર માર્કેટમાં છેલ્લા સાત દિવસમાં ઈન્ડિગોના શેર 17 ટકા તૂટ્યા છે. જેથી કંપનીની માર્કેટ વેલ્યૂ 4.3 અબજ ડોલર ઘટી છે.