દેશના ટોપ 10 પોલીસ સ્ટેશનોની યાદી જાહેર, ગુજરાતનું આ પોલીસ સ્ટેશન રહ્યું બીજા ક્રમે
અમદાવાદ, તા. 06 ડિસેમ્બર 2019, શુક્રવાર
ગૃહ મંત્રાલયે દેશના ટોપ 10 પોલીસ સ્ટેશનોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાત બીજા ક્રમે રહ્યું છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશન બીજા ક્રમે રહ્યું છે. આ યાદીમાં ઉત્તરપ્રદેશ કે બિહારના કોઈ પણ પોલીસ સ્ટેશનને સ્થાન મળ્યું નથી. દેશમાં સૌથી સારું કામ કરતા પોલીસ સ્ટેશનોની યાદીમાં પહેલા ક્રમે અંદામાન નિકોબાર દ્વિપ સમુહના અબેરદીન પોલીસ સ્ટેશન છે.
રાજ્ય પ્રમાણેની યાદીમાં અંદામાન નિકોબાર દ્વિપ સમુહ પ્રથમ ક્રમે, બીજા ક્રમે ગુજરાત, ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ, ચોથા સ્થાને તમિલનાડૂં, પાંચમાં સ્થાને અરૂણાચલ પ્રદેશ, છઠ્ઠા સ્થાને દિલ્હી, સાતમાં સ્થાને રાજસ્થાન, આઠમાં સ્થાને તેલંગણાં, નવમાં સ્થાને ગોવા અને દસમા સ્થાને મધ્યપ્રદેશનું પોલીસ સ્ટેશન આવ્યું છે.
દરેક રાજ્યોમાંથી કુલ 15,579 પોલીસ સ્ટેશનની ચૂંટણી કરવામાં આવી હતી જેમાં લોકો પાસેથી પોલીસ સ્ટેશન વિશેનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. પહેલાં તબક્કામાં દરેક રાજ્યોમાંથી ત્રણ પોલીસ સ્ટેશનની ચૂંટણી કરવામાં આવી. જેમા લગભગ 750 પોલીસ સ્ટેશન ચૂંટવામાં આવ્યા હતા પછી દિલ્હી અને અન્ય તમામ રાજ્યોમાંથી બે-બે પોલીસ સ્ટેશનની ચૂંટણી કરવામાં આવી હતી અને અંતમાં દરેક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એક-એક પોલીસ સ્ટેશનની ચૂંટણી કરવામાં આવી હતી.