દેશનો સૌથી મોટો તરતો સોલાર પાવર પ્લાન્ટ શરૂ થયો
તા. 1 જૂલાઇ 2022,
શુક્રવાર
ભારત તેની અવનવી તકનીક અને અજબ-ગજબ રીતને કારણે જગવિખ્યાત છે. ભારતની સૌથી મોટી ઈન્ટીગ્રેટેડ એનર્જી કંપની, એનટીપીસી લિમિટેડે દેશનો સૌથી મોટો તરતો સોલર પાવર પ્લાન્ટ શરૂ કર્યો છે. કંપનીએ 100 મેગાવોટ રામાગુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટમાંથી 20 મેગાવોટની ક્ષમતાની સીઓડી જાહેર કરી છે એટલેકે સૌર ઉર્જા ઉત્પાદન એકમમાંથી ઉત્પાદનની શરૂઆત થઈ છે.
રામાગુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ NTPC દ્વારા શરૂ કરાયેલ ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પ્લાન્ટ છે. સફળતાપૂર્વક શરૂઆત સાથે રામાગુંડમ, તેલંગણા ખાતે 100 મેગાવોટ રામાગુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટમાંથી 20 મેગાવોટની છેલ્લી ભાગની ક્ષમતા સાથે કોમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું છે. 1લી જુલાઈથી આ પાવર પ્લાન્ટમાંથી પ્રોડક્શન શરૂ થયું છે.
NTPCની કુલ ઇન્સ્ટોલેશન કેપિસીટી 69,134.20 મેગાવોટ છે, જેમાં 23 કોલસા આધારિત, 7 ગેસ આધારિત, 1 હાઇડ્રો, 19 રીન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ છે. કંપનીની સંયુક્ત સાહસ હેઠળ NTPC પાસે 9 કોલસા આધારિત, 4 ગેસ આધારિત, 8 હાઇડ્રો અને 5 રીન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ પણ છે.