ભારતની ચીનથી આયાત 65 અબજ ડોલર, નિકાસ માત્ર 16 અબજ ડોલર!
- એપ પર પ્રતિબંધ મૂકાવાથી બાવડા ફૂલાવવાની જરૂર નથી
- ભારત અત્ર.. તત્ર.. સર્વત્ર ચીન પર નિર્ભર: ઓટોમોબાઇલ, ટીવી, ફાર્મસી, મેડિસિન, કેમિકલ, સ્ટાર્ટઅપ પર પ્રભાવ
ભારતની અધધ 49 અબજની ચીન સાથેની વેપારી ખાધ
અમદાવાદ, તા. 30 જૂન, 2020, મંગળવાર
કેન્દ્ર સરકારે ચીનની 59 એપ પર ભારતમાં પ્રતિબંધ જાહેર કર્યો તેમાં તો જાણે ભારતે ચીનની સરહદમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તેવી હવા ઉભી કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે પણ એજન્સી દ્વારા જે સેટેલાઇટ તસવીરો મળી છે તે પ્રમાણે તો ચીન ભારતની અંકુશરેખામાં 400 મીટરથી વધુ પૂર્વ લડાખમાં ગલવાનમાં ઘૂસી ચૂક્યું છે. ભારતે ચીન પર સરહદે જવાબ આપવાની જગાએ ચીનની 'એપ' પર આક્રમણ કર્યું છે.
જો કે વાસ્તવિકતા એ છે કે ભારત તેના ઓટો, ફાર્મસી, મેડિસિન, કેમિકલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્પોર્ટસ અને સ્ટાર્ટઅપમાં ચીન પર એ હદે નિર્ભર છે કે ચીન પર પ્રતિબંધ ફરમાવે તો આ ઉદ્યોગો જ કટોકટીમાં આવી જાય તેમ છે.
ભારત ચીન પાસેથી 65 અબજ ડોલરની આયાત કરે છે જ્યારે ભારતની ચીનમાં નિકાસ 16 ડોલર જ છે. આમ વેપારી ખાધ 49 અબજ ડોલરની કહી શકાય. ચીનની આયાતનો પ્રતિબંધ મૂકીએ તો વિકલ્પ શું?
ચીનના ફોન, ટીવી, ગેજેટ્સ ન લઇએ તો ભારતીયો પાસે વિકલ્પ જ નથી, ભારતની સ્ટાર્ટ અપમાં ચીનનું રોકાણ ખેંચી લેવાય તો ભારતના કોઇ રોકાણકારો આવે ખરા? વળી 88 સ્ટાર્ટ અપ તો મોદી સરકારના 2015થી 2019માં ચીન જેવા રોકાણથી શક્ય બન્યા છે જેમાં 30ના ટોચના સ્ટાર્ટઅપમાંથી 18માં ચીનનું રોકાણ છે. ચીનનો ભારતના ઉદ્યોગો પરનો પ્રભાવ જોવા જેવો છે.
ઓટોમોબાઇલમાં 27 ટકા ચીનનો પાર્ટસ
* ઓટોમોબાઇલ ઉદ્યોગનો 27 ટકા માલ આયાત ચીનથી આયાત થાય છે. તે પછી ભારત 14 ટકા જર્મનીથી, 10 ટકા સાઉથ કોરિયાથી, 9 ટકા જાપાનથી, 7 ટકા અમેરિકાથી, પાંચ ટકા સિંગાપોરથી ઓટો પાર્ટસની આયાત કરે છે.
* ચીનની એમજી મોટર્સ, બીવાયડી મોટર્સ, કોલસાઇટ વાયએપી ઓટોમોબાઇલ કંપની તેમની કાર ઇલેક્ટ્રીક અને હ્રાઇબ્રીડ કાર, બસ લોંચ કરી ચૂકી છે.
સ્ટાર્ટઅપમાં ચીની રોકાણો
અલીબાબા/એન્ટ ફાઇનાન્સિયર: ભારતની પેટીએમ, સ્નેપડીલ, ઝોમાટો, બિગ બાસ્કેટમાં કુલ 2.7 અબજ ડોલરનું રોકાણ
ટેન્સેન્ટ: પોલિસી બાઝાર, ઓલા, ઉડાન, ફ્લિપકાર્ટ, બેઇજુ, ડ્રીમ ઇલેવન, હાઇડ, સ્વિગી (કુલ રોકાણ બે અબજ ડોલર)
શુનવેલ કેપિટલ : ઝોમાટો, મિશો (કુલ રોકાણ 15 કરોડ ડોલર)
હિલીહાઉસ: સ્વિગી, ઉડાન, ક્રેડ (કુલ રોકાણ 16 કરોડ ડોલર)
ટી.આર. કેપિટલ : ફ્લીપકાર્ટ, લેન્સકાર્ટ, અર્બન લેડર, બિગ બાસ્કેટ (ફુલ રોકાણ 11 કરોડ ડોલર)
ફાર્મસીમાં 70 ટકા માલ ચીનનો
દવા - (ફાર્મસી ઉદ્યોગ) બનાવવા માટેનો કાચો માલ 60 થી 70 ટકા ચીનનો હોય છે.
* ભારત કરતા ચીનનો કાચો માલ 20 થી 30 ટકા સસ્તો હોય છે.
ફાર્મસી કંપની અજન્ટા 100 ટકા દવા બનાવવા માટેના તત્વો (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિએન્ટ-API) ચીનથી આયાત કરે છે. આલ્કેમ 70 ટકા, ઓરોબિન્દો 50 ટકા, કેડિલા હેલ્થકેર 45 ટકા, સિપ્લા કેન્સર અને શ્વાસની બિમારીને બાદ કરતા તમામ દવાની API ડીઆરડીઓ 45 ટકા, સ્ટ્રાઇડસ 45 ટકા, સન 45 ટકા અને ટીઆરપી 70 ટકા API ચીનથી આયાત કરે છે.
* કેમિકલ ઉદ્યોગમા જે પણ પ્રક્રિયા થાય છે તેના 15 ટકા માલ ચીનનો છે.
મોબાઇલ ફોન બજારમાં ચીનનો 76 ટકા હિસ્સો
શિયાઓમી(ચીન) |
31 % |
વિવો (ચીન) |
21% |
ઓપો (ચીન) |
11 % |
રીયલમી (ચીન) |
13 % |
સેમસંગ (દ. કોરિયા) |
16% |
અન્ય |
8 % |
ભારતના ટી.વી. બજારમાં ચીનનો 49 % હિસ્સો
શિયાઓમી (ચીન) |
33% |
ટીસીએસ (ચીન) |
9% |
વીયુ (ચીન) |
7 % |
એલજી (દ.કોરિયા) |
13% |
સેમસંગ (દ.કોરિયા) |
14% |
સોની (જાપાન) |
10 % |
અન્ય |
14 % |
* ઓપ્ટિકલ ફાઇબરમાં ચીનની ફાઇબર હોપ, ઝેડઆઇટી, ટીજી, હેંગટોંગ વગર ભારતને 5G મળવું અઘરૂં પડશે.