- 10થી પણ ઓછા લોકોની ટીમે ચિપ બનાવી
- સંપૂર્ણ રીતે ભારતીય ટેકનિક પર આધારિત ભારતની પ્રથમ એઆઇ ચિપનું તેલંગાણામાં નિર્માણ કરાયું
આપણે આપણું પોતાનું સસ્તું અને સારું હાર્ડવેર બનાવી આત્મનિર્ભર બની શકીએ છીએ. આ ચિપ ખર્ચમાં ઘટાડો કરશે અને ભારતને ટેકનિકલ ક્ષેત્રમાં મજબૂત બનાવશે.
હૈદરાબાદમાં આયોજિત ટી-ચિપ (ટેકનોલોજી ચિપ ઇનોવેશન પ્રોગ્રામ) સેમિકોન કન્સ્ટીટયુશન સમિટના અંતે તેલંગણાના આઇટી પ્રધાન શ્રીધર બાબુ દુદિલ્લાએ જણાવ્યું હતું કે યુવાનોમાં ટેલેન્ટ હોવાથી અહીં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું મોટા પાયે વિકાસની સંભાવના છે.
હવે મોટા પાયે ચિપના મેન્યુફેકચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સેક્ટરને આગળ વધારવા રાજ્ય સરકારે અનેક નીતિઓ ઘડી છે. જેમાં સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રીને ઇન્સેન્ટીવ અને સબસિડી આપવી સામેલ છે. આ પ્રસંગે પ્રધાને તેલંગણા ઇન્ફરમેશન ટેકનોલોજી એસોસિએશન (ટીઆઇટીએ)ની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે ટીઆઇટીએ દ્વારા જ આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.


