India

PM મોદીએ G7માં રજૂ કરી ‘4A ફોર્મ્યુલા’, ભારતીય અર્થતંત્ર અંગે પણ કરી મહત્ત્વની વાત

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલનમાં સંબોધન કરી ભારતના 4A ફોર્મ્યુલા, ઊર્જા સુરક્ષા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહિત અનેક મુદ્દા રજૂ કર્યા છે. G7 આઉટરીચ સત્રમાં બોલતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ટૅક્નોલૉજી પ્રત્યે ભારતનો દૃષ્ટિકોણ માન્વ કેન્દ્ર પર આધારીત છે. સત્રમાં તેમણે ભારતના 4A સિદ્ધાંતોનો ઉલ્લેખ કરી વિશ્વને એક મહત્ત્વનો સંદેશ આપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીએ G7માં રજૂ કરી ‘4A ફોર્મ્યુલા’, ભારતીય અર્થતંત્ર અંગે પણ કરી મહત્ત્વની વાત

PM Modi in G7 Summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલનમાં સંબોધન કરી ભારતના 4A ફોર્મ્યુલા, ઊર્જા સુરક્ષા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહિત અનેક મુદ્દા રજૂ કર્યા છે. G7 આઉટરીચ સત્રમાં બોલતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ટૅક્નોલૉજી પ્રત્યે ભારતનો દૃષ્ટિકોણ માન્વ કેન્દ્ર પર આધારીત છે. સત્રમાં તેમણે ભારતના 4A સિદ્ધાંતોનો ઉલ્લેખ કરી વિશ્વને એક મહત્ત્વનો સંદેશ આપ્યો હતો.

કેનેડાના PMએ આમંત્રણ આપતાં PM મોદી આભાર માન્યો

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીને આમંત્રણ આપતાં વડાપ્રધાન મોદીએ તેમનો આભાર માન્યો છે અને G7 ગ્રૂપની 50મી વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું છે કે, ‘આવનારી પેઢી માટે ઊર્જા સુરક્ષા સૌથી મોટા પડકારોમાંથી એક છે.’

PM મોદીએ G7 સત્રમાં ભારતનો 4A સિદ્ધાંત રજૂ કર્યો

મંત્રાલયના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરન્દ્ર મોદીએ G7 આઉટરીચ સત્રમાં ભારતનો 4A દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતની સમાવેશી વિકાસ પદ્ધતિ ‘ઉપલબ્ધતા’, ‘પહોંચ’, ‘ટકાઉપણું’ અને ‘સ્વીકૃતિ’ જેવા ચાર સિદ્ધાંત પર આધારીત છે. ભારત વિશ્વની સૌથી ઝડપી ગતિએ વધતી અર્થવ્યવસ્થા છે, છતાં ભારતે સમય પહેલાં જ પેરિસ સમજૂતીના લક્ષ્યોને પૂરી કરી લીધા છે.

આ પણ વાંચો : ‘તમે શ્રેષ્ઠ છો, હું તમારી જેમ બનવાનો પ્રયત્ન કરી રહી છું’ PM મોદી સાથે મુલાકાત વખતે બોલ્યા જ્યોર્જિયા મેલોની

કૌશલ્યો અને નવીનતા વધારતું ઉપકરણ બની ગયું છે AI

પીએમ મોદીએ નવી ટૅક્નોલૉજી સંબંધિત પડકારોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) અને ઊર્જાના અરસપરસના સંબંધોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, એઆઇ કૌશલ્ય અને નવીનતાને પ્રોત્સાહન આપતું ઉપકરણ બની ગયું છે, આ ઉપરાંત AI ઊર્જાનો વપરાશ પણ બની ગયો છે. તેથી આપણે તેને સ્વચ્છ અને ટકાઉ બનાવવું પડશે.

મોદી અને મેલોની વચ્ચે મુલાકાત

આજના શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન મેલોનીએ પીએમ મોદીને કહ્યું છે કે, ‘તમે સર્વશ્રેષ્ઠ છો. હું તમારા જેવી બનવાનો પ્રયત્ન કરી રહી છું.’ વડાપ્રધાન મોદીએ પણ હસતા ચહેરે ઈટાલીના વડાપ્રધાનને જવાબ આપ્યો હતો. પીમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મેલોની સાથેની મુલાકાતની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું છે કે, ‘ભારત અને ઈટાલી વચ્ચેની મિત્રતા વધુ મજબૂત થશે, જેનાથી આપણા લોકોને અનેક લાભ થશે.’ વિશ્વના બે મોટા નેતાઓ વચ્ચેની મુલાકાત બે દેશો વચ્ચે મજબૂત રાજદ્વારી સંબંધો દર્શાવી રહયા છે. બંને નેતાઓએ વાતચીત વખતે સ્થિરતા, ઊર્જા અને ઉદ્યોગ જેવા સેક્ટરમાં ભાગીદારી કરવાના પ્રયાસ પર ભાર મૂક્યો હતો.