દેશના યુવાનોની પસંદ: નેતાઓમાં મોદી, કોર્પોરેટ લીડર્સમાં રતન ટાટા
મુંબઇ,તા. 1 જૂન, 2022: અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ વિવિધ મુદ્દે ગ્રાહકની ધારણા અંગેનાં માસિક એનાલિસિસ ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)ના તારણો જારી કર્યા હતા. જૂન મહિનાના અહેવાલમાં ઘર ખર્ચ પર વધતા વ્યાજ દરની અસર અંગે પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. સૌથી અસરકારક કોર્પોરેટ અને રાજનેતાઓ અંગે યુવાનોનો મત લેવામાં આવ્યો હતો.
યુવાનોનાં મતે ભારતીય ઉદ્યોગપતિ, દાનવીર અને ટાટા સન્સના ભૂતપુર્વ ચેરમેન રતન ટાટાને 28 ટકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 48 ટકા મતો મળ્યા હતા.
સેન્ટિમેન્ટમાં ટકાવારી વધારામાંથી ટકાવારી ઘટાડાને બાદ કરીને ગણવામાં આવતો નેટ સીએસઆઇ સ્કોર જૂન મહિનામાં ગયા મહિને +12થી ઘટીને +10થયો હતો. આ સેન્ટિમેન્ટ એનાલિસિસમાં 5 સંબંધિત પેટા ભાવાંકોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, જેમાં એકંદર ઘર ખર્ચ, આવશ્યક અને અનાવશ્યક ચીજો, હેલ્થકેર પર ખર્ચ, મીડિયા કન્ઝમ્પશન હેબિટ્સ અને મોબિલિટી ટ્રેન્ડ્સને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
આ મહિનામાં એક્સિસ માય ઇન્ડિયાના સેન્ટિમેન્ટ સર્વેમાં વિવિધ પ્લેટફોર્મ્સ પર મીડિયા કન્ઝમ્પ્શન ટ્રેન્ડ્સને ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં સૌથી અસરકારક કોર્પોરેટ અને રાજકીય યુવા નેતાઓ અંગે ગ્રાહકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. વધતા જતા વ્યાજ દરની અસર ઘર ખર્ચ પર પણ પડે છે એવું ગ્રાહકોનું કહેવું છે.
28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 10613 લોકોની સેમ્પલ સાઇઝ સાથે કમ્પ્યુટર-એઇડેડ-ટેલિફોનિક ઇન્ટરવ્યુ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 73 % ઉત્તરદાતાઓ ગ્રામીણ ભારતના અને 27 %શહેરોનાં હતા. 65 % ઉત્તરદાતાઓ પુરુષો અને 35 % મહિલાઓ હતી. પ્રાદેશિક ફેલાવાની વાત કરીએ તો, 22 ટકા ઉત્તર ભારતનાં, 24 ટકા પૂર્વ ભારતના, 30 ટકા પશ્ચિમ અને 24 ટકા દક્ષિણ ભારતના હતા. બે બહુમતી સેમ્પલ ગ્રુપ્સમાં 35 ટકા 36થી 50 વર્ષનાં અને 29 ટકા 26થી 35 વર્ષના હતા.
સીએસઆઇ રિપોર્ટ અંગે ટિપ્પણી કરતા એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું કે, ફુગાવામાં વધારાની અસર આવશ્યક, મુનસફી અને વૈભવી મોજશોખની ચીજો પર પડી છે. ઊંચા ભાવે ગ્રાહકોની ખરીદશક્તિ છીનવી લીધી છે, જેમાં તેમને ખર્ચ પર કાપ મૂકવાની ફરજ પડી છે. મંદીનું આ સેન્ટિમેન્ટ માત્ર ખર્ચ પાસામાં જ નથી પ્રદર્શિત થઈ રહ્યું. મીડિયા કન્ઝમ્પશન એટલે કે, વિવિધ મિડિયાનાં સબસ્ક્રિપ્શન પાછળનો ખર્ચ ગયા મહિના કરતા ત્રણ ટકા ઘટ્યો છે.
જો
કે, ટેલિવિઝનમાંથી ડિજિટલ મિડિયા તરફનો ઝોક હવે વર્તાઈ રહ્યો છે. લોકો ડિજિટલ પર વધુ ખર્ચ કરી રહ્યા છે. ડિજિટલ મીડિયાના ઇન્ટરએક્ટિવ નેચરને કારણે લગભગ 42 % લોકોએ રિલ્સ જેવાં ફોર્મેટ્સને અપનાવ્યું હતું.
યુવાનો સુધી પહોંચવા માટે બ્રાન્ડ્સ અને કંપનીઓ માટે રિલ્સે અનેક તકો ખુલ્લી મૂકી છે. આ યુવાનો દેશનાં સામાજિક, રાજકીય અને આર્થિક ઘટનાક્રમમાં કઈ બ્રાન્ડ્સ અને લીડર્સનું કેટલું પ્રદાન છે તે અંગે અત્યંત સભાન છે. કાર્યક્ષમ અને અસરકારક શાસનમાં 20 વર્ષની ઉજવણી કરી રહેલા નરેન્દ્ર મોદી અને પોતાની લીડરશીપ, બિઝનેસ ફિલોસોફી અને દાનને કારણે કરોડોનાં હૃદય જીતનાર રતન ટાટાની તેમની પસંદગી પરથી તે પ્રતિબિંબિત થાય છે.”
વર્તમાન રાષ્ટ્ર હિતનાં મુદ્દા અંગેઃ
વધુને વધુ ભારતીય સંસ્થાઓ મોટાં કોર્પોરેટ નેતાઓ હેઠળ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને ગ્લોબલ લીડરશીપની દિશામાં તેમનો વ્યાપ વધી રહ્યો છે. આ અંગે ગ્રાહકોનાં વિચાર જાણવા માટે એક્સિસ માય ઇન્ડિયાએ તેમનાં પસંદગીના કોર્પોરેટ લીડર્સ અંગે યુવાનોનો સર્વે કર્યો હતો. પીઢ ભારતીય ઉદ્યોગપતિ, દાનવીર અને ટાટા સન્સના ભૂતપુર્વ ચેરમેન રતન ટાટાને સૌથી વધુ 28 ટકા મતો મળ્યા હતા.
કંપનીની દૈનિક કામગીરીમાં સક્રિય રીતે સંકળાયેલા ન હોવા છતાં રતન ટાટાની પસંદગી મજબૂત અને વિશ્વાસુ નેતાની પસંદગી સૂચવે છે. એ પછી 20 ટકા સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીનો ક્રમ આવે છે. તે પછીના ક્રમે આનંદ મહિદ્રા, ગૌતમ અદાણી, નારાયણ મૂર્તિ અને ચંદ્રશેખરનો ક્રમ આવે છે.
સીએસઆઇ સર્વેમાં સૌથી અસરકારક રાજકીય નેતાઓ અંગે યુવાનોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ યાદીમાં 48 ટકા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમે રહ્યા હતા. એ પછી 8 ટકા સાથે અરવિંદ કેજરીવાલ અને 6 ટકા સાથે રાહુલ ગાંધીનો નંબર આવે છે.
- રાજનેતાઓમાં 8% મત સાથે અરવિંદ કેજરીવાલ બીજા ક્રમે
- રાહુલ ગાંધી 6% મત સાથે ત્રીજા ક્રમે
- કોર્પોરેટ લીડર્સમાં 20 ટકા મત સાથે મુકેશ અંબાણી બીજા ક્રમે
એક્સિસ માય ઇન્ડિયામાં સરકાર દ્વારા વધારવામાં આવેલા લોનના વ્યાજ દર અંગે ગ્રાહકોના વિચારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સર્વેમાં તારણ નીકળ્યું કે, 75 % માને છે કે વ્યાજ દરમાં વધારાથી ઘર ખર્ચ પર સીધી અસર પડશે. જો કે, 19 % એવું નથી માનતા.
સર્વેમાં ગ્રાહકોમાં મીડિયા કન્ઝમ્પ્શન ટ્રેન્ડ સમજવાનો ઊંડો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વે પ્રમાણે સૌથી વધુ 20 % લોકોએ કહ્યું કે, તેઓ દૈનિક સરેરાશ 1 થી 2 કલાક ટીવી જૂએ છે. આ ઉપરાંત, 18 ટકા લોકો 30 મિનિટથી એક કલાક ટીવી જૂએ છે.
ડિજિટલ મીડિયમ
આજ રીતે જો ડિજિટલ મીડિયમની વાત કરીએ તો 19 % લોકોએ કહ્યું કે, તેઓ સરેરાશ દૈનિક 1થી 2 કલાક ઇન્ટરનેટ જૂએ છે. 16 % લોકોએ કહ્યું કે, તેઓ ઇન્ટરનેટ પર 2થી 4 કલાક પસાર કરે છે. ટીવી પર સરેરાશ સમય ખર્ચ 66 % અને ડિજિટલ પર 105 મિનિટ છે. સર્વેનાં તારણ સૂચવે છે કે, બંને મીડિયમ (ટીવી અને ડિજિટલ) વચ્ચે તીવ્ર સ્પર્ધા છે અને ધીમે ધીમે પણ સતત ડિજિટલ મિડિયમ તરફ ઝૂકાવ વધી રહ્યો છે.
યુવાનોનાં મતે સૌથી અસરકારક રાજકીય નેતાઓ |
% |
નરેન્દ્ર મોદી |
48 |
અરવિંદ કેજરીવાલ |
8 |
રાહુલ
ગાંધી |
6 |
યોગી આદિત્યનાથ |
4 |
એમ કે સ્ટાલિન |
2 |
મમતા બેનરજી |
1 |
વાયએસ
જગન મોહન રેડ્ડી |
1 |
અન્યો |
8 |
કોઇ નહીં |
9 |
ખબર નથી/કહી ન શકાય |
13 |
સર્વેમાં ઇન્સ્ટાગ્રામ રિલ્સ, યુ ટ્યુબ વીડિયોઝ, ફેસબુક અને શેરચેટ જેવા વિડીયો ફોકસ્ડ સોશિયલ નેટવર્કિંગ ફોર્મેટ્સ અંગે ઉત્તરદાતાઓનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. 42 ટકા ઉત્તરદાતાઓએ વીડિયો ફોકસ્ડ સોશિયલ નેટવર્કિંગ ફોર્મેટ્સ પર કન્ટેન્ટ જોયું કે બનાવ્યું હોવાનું સ્વીકાર્યું હતું. વધુમાં, 34 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેમણે સૌથી વધુ યુ ટ્યૂબ પ્લેટફોર્મ જોયું હતું, એ પછી ફેસબુક(28%), ઇન્સ્ટાગ્રામ રિલ્સ(25%), શેરચેટ (6%), મોજ (3%) અને ટકા ટક(1%) નો નંબર આવે છે.
યુવાનોનાં મતે સૌથી અસરકારક કોર્પોરેટ લીડર |
% |
રતન ટાટા |
% |
મુકેશ અંબાણી |
20 |
આનંદ મહિન્દ્રા |
2 |
ગૌતમ અદાણી |
1 |
ચંદ્રશેખર |
1 |
નારાયણ મૂર્તિ |
1 |
અન્યો |
3 |
કોઇ નહીં |
8 |
ખબર નથી/કહી ન શકાય |
36 |