ગોરખપુર રેલવે સ્ટેશનની સામે મોલ અને હોટલ પણ પડી જશે ફીક્કાઃ મુસાફરોને મળશે હાઈટેક સુવિધાઓ

ગોરખપુર, તા. 03 એપ્રિલ 2023, સોમવાર
દેશના સૌથી લાંબા રેલ્વે સ્ટેશનોમાંના એક એવા ગોરખપુર જંકશનનું આધુનિકીકરણ થવા જઈ રહ્યું છે. ઉત્તર પૂર્વ રેલવેના GMએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રેઝન્ટેશન બતાવ્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રીએ રેલવે સ્ટેશનના નવા ફોર્મેટને લીલી ઝંડી આપી દીધી છે. ચાલો જાણીએ કે ગોરખપુર સ્ટેશનને કેવી રીતે તૈયાર કરવામાં આવશે.
ગોરખપુર રેલવે સ્ટેશનને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવશે. જેમાં મુસાફરોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ગોરખપુર જંકશનના પુનઃવિકાસ માટે પ્રસ્તાવિત ડિઝાઇનમાં સ્થાનિક સંસ્કૃતિ અને સ્થાપત્યની ઝલક જોવા મળશે.
આ સુવિધાઓ નવા સ્ટેશન પર ઉપલબ્ધ થશે
ગોરખપુરના નવા પ્રસ્તાવિત રેલવે સ્ટેશન પર રૂફ પ્લાઝા 6 મીટર પહોળો, 2 વધારાના ફૂટ બ્રિજ, આગમન અને પ્રસ્થાન માટે અલગ વ્યવસ્થા તેમજ મલ્ટિફંક્શનલ કોમ્પ્લેક્સ અને એક હોટેલ પણ પ્રસ્તાવિત છે. આ ઉપરાંત સ્ટેશનની નજીક શોપિંગ મોલ, સેન્ટ્રલ મોલ, કોમર્શિયલ બ્લોક અને બજેટ હોટલની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ભવિષ્યમાં ગોરખપુર આવતા મેટ્રો અને બસ સ્ટેશનને પણ રેલવે સ્ટેશન સાથે જોડવામાં આવશે.
ઉત્તરપૂર્વ રેલ્વેના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત સ્ટેશનન 17,900 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે અને બીજું પ્રવેશદ્વાર 7,400 સો ચોરસ મીટરમાં બનાવવામાં આવશે. ત્યારે પ્રસ્તાવિત કોનકોર્સ (હલનુમા કોમ્પ્લેક્સ) 6300 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે, જ્યાં 35 લોકો એકસાથે બેસી શકશે. આ સિવાય 2 વ્હીલર અને 3 વ્હીલર પાર્કિંગ માટે 427 ECSની હાલની ક્ષમતા વધારીને 838 કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગોરખપુર રેલ્વે સ્ટેશન જિલ્લાની લગભગ 44.5 લાખની વસ્તી સહિત અન્ય જિલ્લાઓ અન્ય ઘણા જિલ્લાઓ અને નેપાળ ક્ષેત્રના લોકોને તેની સેવાઓ પૂરી પાડી રહ્યું છે. અહીંથી દરરોજ લગભગ 93,000 મુસાફરો અવર-જવર કરે છે.
ગોરખપુર જંકશન સ્ટેશનનો પુનઃવિકાસ આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. કારણ કે તે સમય સુધી ગોરખપુર જંકશન પર દરરોજ લગભગ 1,68,000 મુસાફરોની અવરજવરનો અંદાજ છે.

