India

ભારતીય રેલવેની અનોખી પહેલ, સ્લીપર કોચના મુસાફરોને ભાડેથી મળશે ચાદર-ઓશીકું, જાણો કિંમત

By GS TEAM
30 Nov 20252 mins read
TukuTouch Logo
રેલવે મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ટ્રેનના સ્લીપર કોચમાં મુસાફરી કરનારા યાત્રીઓને પણ એસી કોચના મુસાફરોની જેમ બેડરોલની સુવિધા મળશે. જો તમે સ્લીપર કોચમાં મુસાફરી કરી રહ્યા હોવ, તો પણ હવે તમને ચાદર, ઓશિકા અને ઓશિકાનું કવર જેવી વસ્તુઓ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય રેલવેની અનોખી પહેલ, સ્લીપર કોચના મુસાફરોને ભાડેથી મળશે ચાદર-ઓશીકું, જાણો કિંમત

Indian Railways Bedroll Service in Sleeper Coaches : રેલવે મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ટ્રેનના સ્લીપર કોચમાં મુસાફરી કરનારા યાત્રીઓને પણ એસી કોચના મુસાફરોની જેમ બેડરોલની સુવિધા મળશે. જો તમે સ્લીપર કોચમાં મુસાફરી કરી રહ્યા હોવ, તો પણ હવે તમને ચાદર, ઓશિકા અને ઓશિકાનું કવર જેવી વસ્તુઓ મળશે. આ બેડરોલ સંપૂર્ણપણે સ્વચ્છ, સેનિટાઇઝ્ડ અને ઉપયોગ માટે તૈયાર હશે. અત્યાર સુધી આ સેવા ફક્ત થર્ડ એસી (3AC), સેકન્ડ એસી (2AC) અને ફર્સ્ટ ક્લાસ (First Class) જેવા એસી કોચમાં જ આપવામાં આવતી હતી.

પહેલી જાન્યુઆરી2026થી શરૂ થશે સેવા

આ સેવા નોન-એસી કોચમાં પણ 'ઓન-ડિમાન્ડ અને ઓન-પેમેન્ટ' રીતે ઉપલબ્ધ થશે. એટલે કે, મુસાફરોની માંગ પર સ્થળ પર જ ચુકવણી કરવાથી તેમને બેડરોલ મળી જશે. દક્ષિણ રેલવેએ જાહેરાત કરી છે કે, ચેન્નાઈ ડિવિઝનની પસંદગીની ટ્રેનોમાં પહેલી જાન્યુઆરી-2026થી આ સેનિટાઇઝ્ડ અને રેડી-ટુ-યુઝ બેડરોલ સેવા શરૂ કરવામાં આવશે. ચેન્નાઈ ડિવિઝને 2023-24માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સેવા શરૂ કરી હતી અને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળતા તેને હવે સ્થાયી નોન-ફેર રેવન્યુ સેવા તરીકે લાગુ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : 12 સરકારી બેંકોનું મર્જર કરીને 4 ‘વર્લ્ડ ક્લાસ બેંક’ બનાવાશે, નાણાંમંત્રીએ કહ્યું- ‘કર્મીઓની નોકરીઓ પર કોઈ ખતરો નહીં’

કિંમત અને અન્ય વિગતો

મુસાફરે એક બેડશીટના રૂ.20, એક ઓશીકું અને ઓશિકાના કવરના રૂ.30 અને બંને માટે રૂ.50 ચુકવવા પડશે. શરૂઆતના તબક્કામાં આ સુવિધા ચેન્નાઈ ડિવિઝનની 10 ટ્રેનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવાના સંચાલન માટે એક લાઈસન્સ મેળવનાર એજન્સી દ્વારા બેડરોલની ખરીદી, મશીનથી ધોલાઈ, પેકિંગ, લોડિંગ, વિતરણ અને સ્ટોરેજનું સંપૂર્ણ વ્યવસ્થાપન કરવામાં આવશે. આ એજન્સી ત્રણ વર્ષના સમયગાળા માટે રેલવેને વાર્ષિક રૂ.28,27,653ની લાઈસન્સ ફી ચૂકવશે.

આ પણ વાંચો : દંતેવાડા : 26 સૈનિકોની શહીદી માટે જવાબદાર ભીમા સહિત 37 નક્સલીઓનું આત્મસમર્પણ, 20 મહિનામાં 508 નક્સલીઓનું સરન્ડર