Get The App

ભારતીય એન્જિનિયરે ચોરેલા સિક્રેટ્સની મદદથી ચીન બનાવી રહ્યું છે ઘાતક બોમ્બવર્ષક વિમાન?

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય એન્જિનિયરે ચોરેલા સિક્રેટ્સની મદદથી ચીન બનાવી રહ્યું છે ઘાતક બોમ્બવર્ષક વિમાન? 1 - image


US B-2 bomber: ભારતમાં જન્મેલા એન્જિનિયર નોશિર શેરિયારજી ગોવાદિયા, જેણે અમેરિકાના બી-2 સ્પિરિટ બૉમ્બર્સના સ્ટેલ્થ પ્રોપલ્શન સિસ્ટમના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ અમેરિકાની ગુપ્ત સૈન્ય જાણકારી ચીનને લીક કરવાના મામલે 32 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. 

અમેરિકાએ બી-2 સ્પિરિટ બૉમ્બર્સનો ઉપયોગ ઈરાન સામે 'ઓપરેશન મિડનાઇટ હેમર'માં કરવામાં આવ્યો હતો. મુંબઈમાં જન્મેલા ગોવાદિયા 1960માં ભારતથી અમેરિકા ગયો હતો. તેના પર આરોપ છે કે, ચીન સરકાર સિવાય ગોવાદિયાએ જર્મની, ઇઝરાયલ અને સ્વિટ્ઝર્લૅન્ડના લોકોએ પણ ગોપનીય સુરક્ષા ડિઝાઇન સાથે જોડાયેલી જાણકારી વેચી હતી. 

આ પણ વાંચોઃ પંજાબના પૂર્વ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયાની ધરપકડ, વિઝિલન્સ ટીમે સવારે જ પાડ્યા હતા દરોડા

ચીનના લૉન્ગ-રેન્જ સ્ટેલ્થ બૉમ્બર H-20નું કનેક્શન

મળતી માહિતી મુજબ, ચીનના લૉન્ગ-રેન્જ સ્ટેલ્થ બૉમ્બર H-20ના વિકાસનું પણ સીધું કનેક્શન ગોવાદિયા તરફથી આપવામાં આવેલી માહિતી સાથે જોડવામાં આવ્યું છે. જોકે, ચીની અધિકારીઓએ H-20 બૉમ્બરની સત્તાવાર જાહેરાત 2016માં કરી હતી. પરંતુ, નિષ્ણાતોનું માનવું છે કે, તેને વર્ષ 2000ની શરુઆતમાં જ બનાવી લીધું હતું. વળી, એ સમય ગોવાદિયા ખાનગી સલાહકાર તરીકે એક્ટિવ હતો. 

ગોવાદિયાએ B-2 બૉમ્બરને હવામાં જ ગાયબ કરવાની શક્તિ આપી

ગોવાદિયા નોર્થ્રોપ ગ્રુમ્મન કોર્પોરેશનમાં ડિઝાઇન એન્જિનિયર હતો અને તેણે B-2 સ્પિરિટ બોમ્બર્સના રડાર, ઇન્ફ્રારેડ અને વિઝ્યુઅલ સિગ્નેચરને ઘટાડતી ટૅક્નોલૉજી વિકસાવવામાં ફાળો આપ્યો હતો. જેમાં ખાસ એક્ઝોસ્ટ ડિઝાઇન અને રડાર વેવ શોષક સામગ્રીનો સમાવેશ થતો હતો. તેની ટૅક્નોલૉજીના કારણે રડાર પર B-2 બોમ્બરને શોધવાનું અત્યંત મુશ્કેલ બન્યું. તેની રડાર દૃશ્યતા ઉડતી ફ્રીસબી (ફેંકતી ડિસ્ક) જેવી થઈ ગઈ. તેણે અન્ય ઘણા પ્રોપલ્શન પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું.

2003થી 2005 વચ્ચે ચીનની યાત્રા

મળતી માહિતી મુજબ, ગોવાદિયા પર આરોપ હતો કે, તેણે 2003થી 2005 વચ્ચે ચીનની મુલાકાત લીધી અને ત્યાં મિસાઇલ ડિઝાઇન પર કામ કર્યું. ગોવાદિયાએ તેના બદલે આશરે 1.10 લાખ ડૉલર (અંદાજિત 91 લાખ રૂપિયા) મેળવ્યા હતા, જેનાથી તેણે માઉઈ દ્વીપ પર પોતાના આલીશાન ઘરની લોન ચૂકવી. તેની ધરપકડ 2005માં થઈ અને અનેક વર્ષ સુધી કેસ ચાલ્યો. અમેરિકન એરફોર્સની વેબસાઇટ અનુસાર, 2010માં ગોવાદિયા કુલ 17માંથી 14 સંઘીય આરોપોમાં ગુનેગાર સાબિત થયો, જેમાં જાસૂસી, આર્મ્સ એક્સપોર્ટ કંટ્રોલ એક્ટનું ઉલ્લંઘન અને અન્ય ગંભીર ગુના સામેલ હતા. 

આ પણ વાંચોઃ દિલ્હીમાં રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ફેક્ટરીમાં ભીષણ આગ, 4 મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળ્યાં

શું ગદ્દાર હતો એન્જિનિયર? 

આરોપ છે કે, ગોવાદિયાની આ હરકતથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે અને ચીનને આવી સ્ટેલ્થ ટેક્નિક મળી ગઈ છે, જેનાથી તે અમેરિકન સૈન્ય ક્ષમતાને પડકાર ફેંકી શકે છે. વળી, બચાવ પક્ષનું કહેવું છે કે, ગોવાદિયાએ ફક્ત સાર્વજનિક રૂપે હાજર માહિતી જ શેર કરી છે અને અમેરિકન સરકારે ઘણી બિનજરૂરી રૂપે અનેક દસ્તાવેજોને ગોપનીય જાહેર કરી દીધા હતા. તેમેણે ગોવાદિયાને ગદ્દાર નહીં પરંતુ એક એવો એન્જિનિયર કહ્યો જે એરસ્પેસ ટેક્નિકને આગળ વધારવા ઈચ્છે છે, ન કે અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડવા. 

ચીનમાં એરોનોટિકલ ટેસ્ટિંગ ફેસિલિટીની મુલાકાત લીધી

અમેરિકન એરફોર્સની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ગોવાદિયાએ ચીનની મુલાકાત દરમિયાન એરોનોટિકલ ટેસ્ટિંગ ફેસિલિટી (એરક્રાફ્ટ ટેસ્ટિંગ સેન્ટર) ની મુલાકાત લીધી હતી, જ્યાં તેણે ડિઝાઇન ખામીઓ અને ટેક્નિકલ ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું. આ ઉપરાંત, તેમણે મિસાઇલ એક્ઝોસ્ટ સિસ્ટમ અને તેના હીટ સિગ્નેચર પર પ્રેઝન્ટેશન અને બ્રીફિંગ પણ આપ્યા હતા.

આ પણ વાંચોઃ ઘસાયેલા ટાયરો વડે પ્લેન ટેકઓફ-લેન્ડ કરાવતી એરલાઇન ઝડપાઈ, DGCAની તપાસમાં ખુલાસો

જર્મની અને ઈઝરાયલને પણ ગુપ્ત માહિતી આપવાનો આરોપ

પુરાવાઓએ એ પણ સાબિત કર્યું હતું કે, ગોવાદિયાએ સ્વિટ્ઝર્લૅન્ડમાં એક વિદેશી સરકારી અધિકારીને TH-98 યુરોકોપ્ટર સંબંધિત ગુપ્ત માહિતી આપી હતી અને જર્મની તેમજ ઇઝરાયલની કંપનીઓને પણ ગુપ્ત માહિતી પણ મોકલી હતી.

ગોવાદિયાએ લગભગ બે દાયકા (1968 થી 1986) સુધી નોર્થ્રોપ ગ્રુમ્મનમાં કામ કર્યું. તે 25 જુલાઈ 1969ના રોજ અમેરિકન નાગરિક બન્યો અને 1997માં તેની સુરક્ષા મંજૂરી રદ ન થાય ત્યાં સુધી ગુપ્ત સરકારી પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું ચાલુ રાખ્યું.

Tags :