India’s New Navy Base in Haldia: છેલ્લા કેટલાક વર્ષથી ભારતના તેના પાડોશીઓ સાથેના સંબંધ ઘટ્યા છે. જેમાં પાકિસ્તાન સાથેનો તણાવ વર્ષો જૂનો છે. જ્યારે ચીન અને બાંગ્લાદેશ જેવા દેશમાં પણ સંબંધ વધુ ખરાબ થઈ રહ્યા છે. તેવામાં કોઈપણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતીય સેના અને નૌસેના પૂરી રીતે તૈયાર રહે છે. આમ, વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં ભારત દબદબો વધારશે. જેમાં ઇન્ડિયન નેવી બંગાળના હલ્દિયામાં બંગાળની ખાડીમાં નવો બેઝ તૈયાર કરવા જઈ રહી છે, જેનાથી ચીન અને બાંગ્લાદેશ માટે આફત ઊભી થઈ છે. ત્યારે ચીન-બાંગ્લાદેશની તેના પર નજર રહેશે.
બંગાળની ખાડીમાં નેવી બેઝ તૈયાર કરાશે
બંગાળની ખાડીમાં તૈયાર થનારા નેવી બેઝ પર યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવશે. આ બેઝ દ્વારા ભારત કોઈપણ સમયે ચીન અને બાંગ્લાદેશની હરકતોનો જડબાતોડ જવાબ આપી શકશે. આનાથી નૌસેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
મળતી માહિતી મુજબે, હલ્દિયા ડૉક કોમ્પ્લેક્સનો ઉપયોગ શરુઆતમાં નેવી બેઝ તરીકે કરવામાં આવશે. ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ અને નવા 300-ટન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટને અહીં તૈનાત કરવામાં આવશે. આ હાઇ-સ્પીડ એટેક ક્રાફ્ટ છે, જે પ્રતિ કલાક 40-45 કલાક પ્રતિ નોટિકલ માઇલની ઝડપે દોડવા સક્ષમ છે. તેનો ઉપયોગ દુશ્મન દળો દ્વારા અચાનક દરિયાઈ પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે થઈ શકે છે.
કોલકાતાથી લગભગ 100 કિ.મી.ના અંતરે બનાવાશે નેવી બેઝ
આ બેઝ પર ઇન્ડિયન નેવી ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરશે. જેમાં નાવિક સહિત 100 અધિકારી તૈનાત કરાશે, પરંતુ આના પર તમામ સુવિધા મોર્ડન થશે. જે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી લગભગ 100 કિલોમીટરના અંતરે બનાવવામાં આવશે.
હાલના ધોરણે દેશભરમાં અનેક જગ્યાએ ઇન્ડિયન નેવીના બેઝ છે. જેમાં મુખ્ય બેઝ મુંબઈ, ગોવા, કારવાર, કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, કોલેકાતા અને પોર્ટ બ્લેયરમાં છે.
ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે, ચીન અને બાંગ્લાદેશ નજીક આવી રહ્યા છે. ચીને બાંગ્લાદેશ નૌસેનાને બે સબમરીન પણ આપી છે અને ચટગામ નજીક એક બેઝ બનાવી રહ્યું છે. આ સબમરીનનું નામ પહેલા BNS શેખ હસીના હતું, પરંતુ હવે તેનું નામ બદલી નાખ્યું છે. બંગાળના હલ્દિયામાં આ નવું બેઝ ચીન અને બાંગ્લાદેશ સામે ભારતની દરિયાઈ દેખરેખ અને દરિયાકાંઠાની સુરક્ષા ક્ષમતાઓમાં વધારો કરશે.


