Get The App

જર્મનીની મેગેઝિને હદ વટાવી! ભારતમાં સૌથી વધુ વસ્તી મામલે કાર્ટૂન બનાવી મજાક ઉડાવી

આ મામલે આઈટી મંત્રી અને આઈટી મંત્રાલયના વરિષ્ઠ સલાહકારે કાર્ટૂનિસ્ટનો ઉધડો લીધો

જર્મનીની મેગેઝિન ડેર સ્પીગલે આ કાર્ટૂન પ્રકાશિત કર્યો હતો, તેની મદદથી ભારતની વસતીને ચીનથી આગળ નીકળતી બતાવાઈ છે

Updated: Apr 26th, 2023

GS TEAM

Google News
Google News
જર્મનીની મેગેઝિને હદ વટાવી! ભારતમાં સૌથી વધુ વસ્તી મામલે કાર્ટૂન બનાવી મજાક ઉડાવી 1 - image

image : Twitter


ભારત તાજેતરમાં દુનિયાની સૌથી મોટી વસતી ધરાવતો દેશ બની ગયો છે. તેની મજાક ઉડાડતાં જર્મનીની મેગેઝિન ડેર સ્પીગલે એક કાર્ટૂન પ્રકાશિત કર્યો હતો. આ કાર્ટૂનની મદદથી ભારતની વસતીને ચીનથી આગળ નીકળતી બતાવાઈ છે. આ મામલે ભારતીય મંત્રીઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ કાર્ટૂનને જાતીવાદી ગણાવ્યો હતો. 

ભારતીય ટ્રેનને જર્જરિત હાલતમાં બતાવાઈ 

કાર્ટૂનમાં બે ટ્રેન બતાવાઈ છે. એક તરફ જ્યાં લોકોથી ખીચોખીચ ભરેલી જર્જરિત જૂની ભારતીય ટ્રેનને બતાવાઈ છે જેના પર ભારતીય તિરંગો લઈને લોકો બેસેલા છે. જ્યારે એક બાજુ અલગ ટ્રેક પર ચીનની બુલેટ ટ્રેન બતાવાઈ છે જેમાં ફક્ત બે ચાલકો જ બેઠા છે. આ કાર્ટૂનના માધ્યમથી ચીનની ટેક્નોલોજીની પ્રગતિ બતાવાઈ છે. જોકે ભારતને ધરાશાયી થતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રજૂ કરાયું છે. 

તાજેતરમાં યુએનનો રિપોર્ટ આવ્યો હતો 

તાજેતરમાં આવેલા સંયુક્ત રાષ્ટ્ર(UN)ના રિપોર્ટ અનુસાર ભારતની વસતી 142.86 કરોડ થઈ ચૂકી છે. જોકે ચીનની વસતી 142.57 કરોડ છે. બીજી બાજુ આઈટી મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ પણ આ કાર્ટૂનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ કાર્ટૂન જાતિવાદી છે. ડેર સ્પીગલ દ્વારા ભારતનું આ રીતે ચિત્રણ કરવું વાસ્તવિકતાથી મેળ નથી ખાતું. તેનો ઉદ્દેશ્ય ફક્ત ભારતને નીચું બતાવવા અને ચીન આગળ નતમસ્તક થવાનો છે. 

આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખર ભડક્યા 

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટીમંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે આવનારા અમુક વર્ષોમાં ભારતનું અર્થતંત્ર જર્મની કરતા મોટું હશે. તેમણે ટ્વિટ કરી કે પ્રિય કાર્ટૂનિસ્ટ ડેર સ્પીગલ ભારતની મજાક ઉડાડવાના તમારા પ્રયાસ છતાં પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિરુદ્ધ દાંવ લગાડવું સ્માર્ટ નથી, અમુક વર્ષોમાં ભારતનું અર્થતંત્ર જર્મની કરતા પણ મોટું હશે. જોકે અમુક લોકોએ આ કાર્ટૂનને યોગ્ય ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે તહેવાર દરમિયાન ભારતીયો ઘરે જાય છે ત્યારે અમુક ટ્રેન આ કાર્ટૂન જેવી જ લાગે છે. 


Tags :