India

'ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી', દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

By GS TEAM
21 Aug 20252 mins read
TukuTouch Logo
વિદેશ મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે, તેમણે જુલાઈમાં 14માં દલાઈ લામા તરફથી દલાઈ લામા સંસ્થાને લઈને આપવામાં આવેલું નિવેદન જોયું છે અને એ સ્પષ્ટ કર્યું છે કે સરકાર ધર્મ અને આસ્થાથી જોડાયેલી માન્યતાઓ અને પરંપરાઓ પર કોઈ પક્ષ નથી લેતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી', દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

Dalai Lama Succession: વિદેશ મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે, તેમણે જુલાઈમાં 14માં દલાઈ લામા તરફથી દલાઈ લામા સંસ્થાને લઈને આપવામાં આવેલું નિવેદન જોયું છે અને એ સ્પષ્ટ કર્યું છે કે સરકાર ધર્મ અને આસ્થાથી જોડાયેલી માન્યતાઓ અને પરંપરાઓ પર કોઈ પક્ષ નથી લેતી. સરકારને ગૃહમાં આ અંગેના સવાલ પૂછવામાં આવ્યો હતો.

સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું એ યોગ્ય છે કે ભારત સરકારે દલાઈ લામાને પોતાના ઉત્તરાધિકારી પ્રક્રિયા નક્કી કરવાના અધિકારનું ખુલીને સમર્થન કર્યું છે? જેના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે, ભારત સરકારે 14માં દલાઈ લામાનું 2 જુલાઈ 2025ના રોજ જારી થયેલા એ નિવેદન જોયું છે જે તેમની સંસ્થા સાથે જોડાયેલું છે. ભારત સરકારનું વલણ સ્પષ્ટ છે કે તેઓ કોઈપણ ધર્મ કે આસ્થાથી જોડાયેલી માન્યતાઓ અને પરંપરાઓ પર કોઈ પક્ષ નથી લેતી.

તેમણે એમ પણ કહ્યું કે, સરકારે હંમેશા દેશમાં તમામ લોકો માટે ધર્મની સ્વતંત્રતાને માની છે અને આગળ પણ તેનું સન્માન કરી રહેશે. ભારત સરકારનું આ વલણ ચીન સરકારને જણાવી દેવાયું છે. જુલાઈમાં કેન્દ્રીય તિબ્બતી તંત્રના પ્રમુખ પેનપા શેરિંગે ચીનના તે દાવાને ફગાવી દીધો હતો જેમાં કહેવાયું હતું કે, આગામી દલાઈ લામા ચીનની બોર્ડરથી જ જન્મ લેશે.


શેરિંગે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ચીની સરકાર કહે છે કે આગામી દલાઈ લામાને પોતાના દેશની બોર્ડરમાંથી જ શોધશે. પરંતુ તેમની પવિત્રતા દલાઈ લામા ખુદ નક્કી કરશે કે તેમનો પુનર્જન્મ ક્યાં થશે. ચીનની સરકાર કેવી રીતે નક્કી કરી શકે છે કે એક આધ્યામિક વ્યક્તિનો પુનર્જન્મ ક્યાં થશે? આ નિવેદન દલાઈ લામાના 90માં જન્મદિવસની ઉજવણી પહેલા આવ્યું હતું.