સરકાર મફતમાં લેપટોપ આપી રહી છે એવી લાલચમાં ફસાશો નહીં, ઠગોએ શોધી કાઢી છે નવી તરકીબ
PIB એ આ મેસેજને ફેક ગણાવ્યો હતો અને લોકોને આ ફેક અને છેતરપીંડીમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે
Updated: Jun 3rd, 2023
![]() |
Image Envato |
તા. 3 જૂન 2023, શનિવાર
હાલમાં ઈન્ટરનેટ પર નવી રીતે છેતરપીંડી ચાલી રહી છે. અને આ છેતરપીડી ભારત સરકારની યોજનાના નામે ચલાવવામાં આવી રહી છે. યુજર્સને લેપટોપના નામે ફસાવવામાં આવી રહ્યા છે. આ અને લોકો આસાનીથી આ ઠગોની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે.
સરકારની યોજના
વાસ્તવમાં, ઈન્ટરનેટ પર પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના 2023 નો એક મેસેજ સર્કુલેટ કરવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં ફ્રીમાં લેપટોપ મેળવવા માટેની પુરી પ્રોસેસ બતાવવામાં આવી છે. જો કે તે બિલકુલ ફેક ન્યુઝ છે.
શું છે આ ફેક યોજના
આ ફેક મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે, પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ સ્કીમને સરકાર તરફથી લોન્ચ કરવામાં આવી છે. અને તે તમામ ભારતીય રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે.
આપવામાં આવી હતી પુરી માહિતી
આ ખોટા મેસેજમાં આગળ વધુ માહિતી આપતા કહેવામા આવ્યુ છે કે આ યોજનાનો લાભ મેળવવા યુજર્સે આ વેબસાઈટનો ઉપયોગ કરી તેમા એપ્લાય કરવાનું રહેશે. જેમા તેની વેબસાઈટ www.pmflsgovt.in પર એપ્લાય કરવું પડશે. મેસેજ પ્રમાણે આ સ્કીમ માત્ર સ્ટુડેન્ટ માટે જ છે તેવુ કહેવામાં આવ્યુ છે.
PIB શું કહ્યુ?
PIB એ આ મેસેજને ફેક ગણાવ્યો હતો અને લોકોને આ ફેક અને છેતરપીંડીમાં ન પડવાની સલાહ આપવામાં આવી હતી. આ સાથે એ પણ કહેવામાં આવ્યુ છે કે સરકાર આવી કોઈ યોજના ચલાવી રહ્યું નથી.
લાભ મેળવવા માટે બતાવવામાં આવી છે પુરી પ્રોસેસ
મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે આ સ્કીમનો લાભ મેળવવા માટે ધોરણ 11મું, 12મું તેમજ બેચલર વિદ્યાર્થીઓ માટે જ છે. અને તેનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પહેલા વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રીતે ફેક માહિતી ફેલાવી લોકોને ઠગી રહ્યા છે. તેથી આવી કોઈપણ પ્રકારની લાલચમાં ન ફસાવાની સલાહ આપવામાં આવે છે.