Get The App

ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે 1 - image


- ઓપરેશન સિંદૂરમાં મળેલી સફળતા ઉપયોગી નીવડી

- એકે-630 પ્રતિ મિનિટમાં ત્રણ હજાર રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે અને ૪ કિ.મી. દૂર સુધી ફાયર કરી શકે

નવી દિલ્હી : ભારતીય લશ્કર મિશન સુદર્શન ચક્ર હેઠળ ભારતીય કંપની પાસેથી છ એકે-૬૩૦ એમએમની બંદૂકો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન મળેલા પદાર્થપાઠ પર કામ કરતાં એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટે ટેન્ડર જારી કરવામાં આવી ચૂક્યું છે. પાક.ની સરહદ પર આવેલા વસ્તીવાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળોની રક્ષા કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. 

ભારત-પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના લશ્કરે જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં નાગરિક વિસ્તારો પર અને ધાર્મિક ઇમારતો પર હુમલા કર્યા હતા. હવે લશ્કર આ બનાવનું પુનરાવર્તન ન થાય તેની તૈયારી કરી રહ્યું છે.

સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે લશ્કરે આ માટે સ્વદેશી કંપની સાથે છ એકે૬૩૦  એર ડિફેન્સ ગન સિસ્ટમ ખરીદવા માટે આરએફપી જારી કરી છે. આ એક ૩૦ એમએમની મલ્ટિ-બેરલ મોબાઇલ એર ડિફેન્સ  ગન સિસ્ટમ છે, જેનાથી સતત હાઈ લેવલ ફાયરિંગ કરી શકાય છે. આ ગનસિસ્ટમને એક ટ્રેલર પર લઈ જવામાં આવશે અને હાઇ મોબિલિટી વાહન પરથી લઈ જઈ શકાશે.

તેમણે જણાવ્યું હતું કે એકે૬૩૦નો ઉપયોગ યુઆરએએમ એટલે કે ડ્રોન, રોકેટ, તોપખાના અને મોર્ટારથી પેદા થયેલા ભયનો સામનો કરવા માટે કરવામાં આવશે. તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખાની જોડે વધુ વસ્તીવાળા શહેરો અને ધાર્મિક સ્થળોની સલામતી માટે કરવામાં આવશે.

આ ગન સિસ્ટમ પ્રતિ મિનિટ ત્રણ હજાર રાઉન્ડ ફાયર કરી શકે છે અને ચાર કિ.મી. સુધીના લક્ષ્યાંકને ભેદી શકે છે. તેમા બધા જ મોસમાં કામ કરી શકે તેવી ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ફાયર કંટ્રોલ સિસ્ટમ લાગેલી હશે, જે કોઈપણ વાતાવરણમાં લક્ષ્યાંકની ઓળખ કરી શકે છે. તેને સુદર્શન ચક્ર કવચ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. તેને સંપૂર્ણપણે એર ડિફેન્સ સંરચના સાથે જોડવામાં આવશે. 

Tags :