Get The App

BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક 1 - image


India-US Trade War Escalates: અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર વધારાના 25 ટકા એટલે કે કુલ 50 ટકા ટેરિફને લઈને સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા ટેરિફ 27 ઑગસ્ટ, 2025ના રોજ 12.01 વાગ્યાથી લાગુ પડશે. 

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી જે નિષ્ફળ ગઈ. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયાથી ઓઇલ ખરીદે છે જેના કારણે યુક્રેન યુદ્ધ રોકાઈ રહ્યું નથી. જે બાદ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી હતી. ભારતથી અમેરિકા જતાં સામાન પર 50 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. 

BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક 2 - imageBIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક 3 - image

કઈ કઈ વસ્તુઓ પર નહીં લાગે ટેરિફ? 

ફાર્માસ્યુટિકલ્સ, સેમિકંડક્ટર્સ, ઊર્જા સંસાધન 

ભારત પર અમેરિકાના ટેરિફની શું અસર થશે? 

ભારત અમેરિકામાં કુલ 87 બિલિયન ડૉલરની નિકાસ કરે છે જે દેશના GDPનો 2.5 ટકા હિસ્સો છે 

ટેરિફના કારણે કયા ક્ષેત્રો પર સૌથી વધુ અસર થશે?

ટેક્સટાઇલ (કપડાં), રત્ન-આભૂષણ, ચામડું, સમુદ્રી ઉત્પાદન, રસાયણ, ઓટો પાર્ટ્સ 

આજે PMOમાં યોજાઈ શકે છે બેઠક

બીજી તરફ અમેરિકાના ટેરિફની સમીક્ષા તથા જરૂરી પગલાંની ચર્ચા કરવા માટે આજે PMOમાં બેઠક યોજાય તેવી શક્યતા છે. 


Tags :