India

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે રશિયાએ ભારતને આપ્યું વચન, આગામી વર્ષે S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી આપીશું

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
વિશ્વમાં જિઓ-પોલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે. ઈરાન- ઈઝાયલ અને રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા ભારતને S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી આપવા પ્રતિબદ્ધ છે. દેશના રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહે મીડિયા સાથે ઈન્ટરવ્યૂમાં વૈશ્વિક પડકારોની સપ્લાય ચેઈન અને ભારતની સ્ટ્રેટેજી પર અસર મુદ્દે જવાબ આપતી વખતે આ અંગે જણાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે રશિયાએ ભારતને આપ્યું વચન, આગામી વર્ષે S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી આપીશું

Russia May Deliver S-400 Missile Systems By 2026: વિશ્વમાં જિઓ-પોલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે. ઈરાન- ઈઝાયલ અને રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા ભારતને S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી આપવા પ્રતિબદ્ધ છે. દેશના રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહે મીડિયા સાથે ઈન્ટરવ્યૂમાં વૈશ્વિક પડકારોની સપ્લાય ચેઈન અને ભારતની સ્ટ્રેટેજી પર અસર મુદ્દે જવાબ આપતી વખતે આ અંગે જણાવ્યું હતું.

સિંહે જણાવ્યું કે, યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા આગામી વર્ષે S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી આપવા પ્રતિબદ્ધ છે. જેમાં થોડો વિલંબ થવાની સંભાવના જોવા મળી રહી છે. ભારત કોન્ટ્રાક્ટને સમયસર પૂર્ણ કરવા ઉપરાંત તેની ક્ષમતાઓમાં વધારો કરવા પર ફોકસ કરી રહ્યું છે. ગતવર્ષે ભારતે રેકોર્ડ સંખ્યામાં ડિફેન્સ કોન્ટ્રાક્ટ કર્યા હતાં. જે તેના સંરક્ષણ ઈતિહાસમાં નોંધનીય હતાં.

આ પણ વાંચોઃ ફાયદા વગર પાકિસ્તાનથી મિત્રતા નહીં કરે ટ્રમ્પ! આ સામાન 'છુપાવવાની' તૈયારી, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે

છેલ્લા કેટલાક વર્ષથી ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. સિંહે ગત મહિને ડિફેન્સ કોન્ક્લેવમાં આ મિશન પર ભાર મૂકતાં કહ્યું હતું કે, ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનવાની જરૂર છે. જે ભારતની વ્યૂહાત્મક ઓટોનોમીનું સંવર્ધન કરવાની સાથે 2047 સુધીમાં વિકસિત ભારતના મહત્ત્વાકાંક્ષી વિઝનને સાકાર કરવામાં મદદરૂપ બનશે. જીડીપીને 4 લાખ કરોડ ડોલરથી વધારી 32 લાખ કરોડ ડોલર સુધી પહોંચાડવાની સફરમાં સંરક્ષણ ક્ષેત્ર મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જેના માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા, રોજગારીનું સર્જન કરવા અને સિવિલિયન એપ્લિકેશન્સ માટે ડ્યુઅલ-યુઝ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

આયાતકારમાંથી નિકાસકાર બન્યું ભારત

ભારત સંરક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ધરખમ પરિવર્તન જોવા મળ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ 2015થી ભારત ટોચના 25 ડિફેન્સ નિકાસકારો પૈકી એક બન્યો છે. 100થી વધુ ભારતીય કંપનીઓ હવે 100થી વધુ દેશોમાં બ્રહ્મોસ મિસાઇલ, પિનાકા રોકેટ લોન્ચર, સિમ્યુલેટર, આર્મર્ડ વાહનો, ડોર્નિયર એરક્રાફ્ટ અને ઓફશોર પેટ્રોલ જહાજો સહિત અત્યાધુનિક પ્લેટફોર્મ અને સિસ્ટમોની નિકાસ કરે છે. નાણાકીય વર્ષ 2023-24 માં સંરક્ષણ નિકાસ ત્રીસ ગણી વધીને રૂ. 23,622 કરોડે સ્પર્શી હતી.