India

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

By GS TEAM
28 Feb 20262 mins read
TukuTouch Logo
ભારત સરકાર હવે ચીન અને પાકિસ્તાન સાથેની સરહદોને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવા માટે વ્યૂહાત્મક ટનલ(Strategic Tunnels)નું મોટું જાળ બિછાવવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પૂર્વોત્તર રાજ્યો સુધી બનનારી આ ટનલ માત્ર સેનાની તાકાત જ નહીં વધારે, પરંતુ હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં દરેક સિઝનમાં કનેક્ટિવિટી પણ પૂરી પાડશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આવી છ મોટી ટનલ પરિયોજનાઓના રિપોર્ટને ફાસ્ટ ટ્રેક પર લાવવા નિર્દેશ આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

Shinku La Tunnel Ladakh: ભારત સરકાર હવે ચીન અને પાકિસ્તાન સાથેની સરહદોને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવા માટે વ્યૂહાત્મક ટનલ(Strategic Tunnels)નું મોટું જાળ બિછાવવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પૂર્વોત્તર રાજ્યો સુધી બનનારી આ ટનલ માત્ર સેનાની તાકાત જ નહીં વધારે, પરંતુ હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં દરેક સિઝનમાં કનેક્ટિવિટી પણ પૂરી પાડશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આવી છ મોટી ટનલ પરિયોજનાઓના રિપોર્ટને ફાસ્ટ ટ્રેક પર લાવવા નિર્દેશ આપ્યા છે.

દુનિયાની સૌથી ઊંચી ટનલ 'શિંકુ લા'

આ પ્રોજેક્ટમાં સૌથી મહત્ત્વની બાબત લદ્દાખમાં બનનારી 4.1 કિલોમીટર લાંબી 'શિંકુ લા' ટનલ છે. 15,800 ફૂટની ઊંચાઈ પર બનનારી આ ટનલ વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે. આ ટનલના નિર્માણથી લદ્દાખને નિમ્મુ-પદમ-દારચા માર્ગ દ્વારા ત્રીજો વૈકલ્પિક 'ઓલ-વેધર રૂટ' મળશે. બોર્ડરથી સુરક્ષિત અંતરે હોવાને કારણે વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ માર્ગ અત્યંત સંવેદનશીલ અને સુરક્ષિત માનવામાં આવે છે. આ વર્ષના મધ્ય સુધીમાં તેનું પ્રારંભિક કામ શરૂ કરવાનું લક્ષ્ય છે.

પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં કનેક્ટિવિટીનો નવો અધ્યાય

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બનનારી ટનલ ભારતીય સેના માટે 'ગેમ-ચેન્જર' સાબિત થશે. તેનાથી ભારે તોપખાના અને મિસાઈલ સિસ્ટમને સેટેલાઈટની નજરથી બચાવીને સીધી LAC(લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) સુધી પહોંચાડી શકાશે. મણિપુરમાં મોરહે-થુઈબુલ ટનલ દક્ષિણ-પૂર્વ એશિયા સાથેના વેપારને નવી ગતિ આપશે. આ ઉપરાંત, મંત્રાલય મહારાષ્ટ્ર અને કેરળમાં પણ મોટી ટનલનું નિર્માણ કરી રહ્યું છે. કેરળના વાયનાડ અને મલપ્પુરમ વચ્ચે પર્યાવરણને અનુકૂળ એવી 'ઈકો-સેન્સિટિવ' ટનલ બનાવવામાં આવશે, જેથી હાથીઓના કોરિડોરને કોઈ નુકસાન ન પહોંચે.

આ પણ વાંચો: PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન

જમ્મુ-કાશ્મીરમાં વૈકલ્પિક માર્ગની તૈયારી

જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગને કિશ્તવાડ સાથે જોડવા માટે 'સિન્થન ટોપ' ટ્વિન ટનલનો પ્લાન અંતિમ તબક્કામાં છે. અંદાજે 10-12 કિલોમીટર લાંબી આ ટનલ શિયાળામાં ભારે હિમવર્ષા દરમિયાન પણ જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે સુરક્ષિત સંપર્ક જાળવી રાખશે. હાલમાં શિયાળામાં સિન્થન ટોપ પાસ બંધ થઈ જતો હોવાથી આ ટનલ ત્યાંના લોકો અને સેના માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારના આ આક્રમક અભિગમથી ભારતની રક્ષણાત્મક અને આર્થિક સ્થિતિ બંને મજબૂત થશે.