ભારતે સબસૉનિક ક્રૂઝ મિસાઈલ 'નિર્ભય'નું પરીક્ષણ કર્યું
- આ મિસાઈલ 300 કિલોગ્રામ સુધીના શસ્ત્ર લઈ જવામાં સક્ષમ
- અગાઉ 4 પરીક્ષણોમાંથી માત્ર 2013માં કરવામાં આવેલુ પરીક્ષણ સફળ રહ્યુ
બાલેશ્વર, તા. 7 નવેમ્બર 2017 મંગળવાર
ભારતે સ્વદેશ નિર્મિત અને લાંબા અંતરનું સબસોનિક ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું આજે પરીક્ષણ કર્યુ. આ મિસાઈલ 300 કિલોગ્રામ સુધીના શસ્ત્ર લઈ જવામાં સક્ષમ છે. ઓડિશા તટ પર ચાંદીપુરથી મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ છે. આ સ્વદેશ નિર્મિત મિસાઈલ પ્રણાલીના પ્રયોગ તરીકે પાંચમું પરીક્ષણ છે.
સુરક્ષા વૈજ્ઞાનિકોને આ વખતે ખામીરહિત પરીક્ષણની આશા છે. આ અગાઉ આ મિસાઇલના કરવામાં આવેલા 4 પરીક્ષણોમાંથી માત્ર 2013માં કરવામાં આવેલુ પરીક્ષણ સફળ રહ્યુ હતુ.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડિવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(DRDO)ના સૂત્રોએ જણાવ્યુ કે અત્યાધુનિક ક્રૂઝ મિસાઈલને આ ચાંદીપુરમાં ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જના લોન્ચ કોમ્પ્લેક્સ-3 પરથી વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવેલા લોન્ચરથી સવારે લગભગ 11:20 મિનિટ પર લોન્ચ કરવામાં આવ્યુ.
- DRDOના એક વૈજ્ઞાનિકે મિસાઈલના લોન્ચ બાદ તરત જ કહ્યું કે પરીક્ષણની બધી જ પ્રારંભિક પ્રક્રિયા સફળ રહી.
- તેમણે જણાવ્યુ કે વિસ્તૃત અંદાજ માટે ટ્રેકિંગ પ્રણાલી દ્વારા ડેટા પ્રાપ્ત કરવામાં આવી રહ્યો છે.
- એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી(ASL) દ્વારા વિકસિત સોલિડ રોકેટ મોટર બૂસ્ટરથી સંચાલિત આ મિસાઈલની ઓપરેટિંગ રેન્જ 1000 કિલોમીટર છે.
- આ મિસાઈલ 6 મીટર લાંબું, 0.52 મીટર પહોળું અને તેના પાંખિયા 2.7 મીટર સુધી ફેલાયેલા છે. આ મિસાઇલ 200થી 300 કિગ્રા સુધીના શસ્ત્ર લઈ જઈ શકે છે.
- નિર્ભયનું પહેલુ પરીક્ષણ 12 માર્ચ 2013ના રોજ કરવામાં આવ્યુ હતુ અને તે સમયે મિસાઈલના એક ભાગમાં ખરાબી આવવાના કારણે તેણે વચ્ચે રસ્તામાં જ કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. બીજુ પરીક્ષણ 17 ઓક્ટોબર 2014ના રોજ કરવામાં આવ્યુ તે સફળ રહ્યુ હતુ.
- 16 ઓક્ટોબર 2015એ કરાયેલા પરીક્ષણમાં મિસાઈલ 128 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ પોતાના માર્ગથી ભટકી ગયું હતું.
- મિસાઈલનું છેલ્લુ પરીક્ષણ 21 ડિસેમ્બર 2016એ કરવામાં આવ્યુ અને તે સમયે પણ આ નિર્ધારિત માર્ગથી ભટકી ગયું હતું. આ તમામ પરીક્ષણ ચાંદીપુરથી કરવામાં આવ્યા હતાં.
લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો