Get The App

ભારતે રેલ્વેના મોબાઇલ પ્લેટફોર્મ પરથી અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યુ

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
ભારતે રેલ્વેના મોબાઇલ પ્લેટફોર્મ પરથી અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યુ 1 - image


- ભારતીય લશ્કરના ભાથામાં નવું શસ્ત્ર ઉમેરાયું

- બે હજાર કિ.મી.ની પ્રહાર ક્ષમતાવાળી અગ્નિ પ્રાઇમ દેશના કોઈપણ રેલ્વે નેટવર્ક પરથી છોડી શકાશે

નવી દિલ્હી : દેશમાં પહેલી જ વખત અગ્નિ પ્રાઇમ મિસાઇલને સફળતાપૂર્વક લોન્ચ કર્યુ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુરુવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે રેલ્વે આધારિત મોબાઇલ લોન્ચર પ્રણાલિથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આગામી પેઢીની આ મિસાઇલ૨૦૦૦ કિ.મી. સુધીની પ્રહાર ક્ષમતા ધરાવે છે. 

તેની સાથે આ મિસાઇલ કેટલીય એડવાન્સ ખૂબીઓથી સજ્જ છે. સંરક્ષણ નિષ્ણાત માને છે કે રેલ્વે આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમ દેશની સંરક્ષણ ક્ષમતાઓનું મોટું સીમાચિન્હ સાબિત થશે. સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા રેલ્વે આધારિત મોબાઇલ લોન્ચરમાંથી કરવામાં આવેલું આ પ્રથમ પરીક્ષણ હતું. તે કોઈપણ રેલ્વે નેટવર્ક પર ઉપયોગમાં લઈ શકાય છે. તેના લીધે યુઝર્સને દેશભરમાં ગતિશીલતા મળે છે અને નબળી વિઝિબિલિટી હોય ત્યારે ઓછા પ્રતિક્રિયા સમયમાં પણ તેને છોડી શકાય છે.સંરક્ષમ પ્રધાને જણાવ્યું હતું કે મિડલ રેન્જના અગ્નિ પ્રાઇમ મિસાઇલના સફળ પરીક્ષણ પર  ડીઆરડીઓ, સશસ્ત્ર બળ અને એસએફસીને અભિનંદન છે. આ સફળ ઉડાન પરીક્ષણે ભારતને તે ચુનંદા દેશોના સમૂહમાં સામેલ કરી દીધું છે જેની પાસે મોબાઇલ રેલ્વે નેટવર્કથી કેનિસ્ટરાઇઝ્ડ સિસ્ટમ લોન્ચ સિસ્ટમ વિકસિત કરવાની ક્ષમતા છે. 

અગ્નિ પ્રાઇમ, અગ્નિ કેટેગરીની મિસાઇલોનું પરમાણુ સક્ષમ નવી પેઢીનું એડવાન્સ એડિશન છે. તે બે સ્ટેપવાળી કેનિસ્ટર મિસાઇલ છે. તેની મહત્તમ મારક ક્ષમતા ૧૦૦૦થી ૨૦૦૦ કિ.મી. છે.તે અગ્નિ સીરિઝની અગાઉની બધી મિસાઇલોથી હળવી છે. આ વેપન સિસ્ટમનું ટેસ્ટ ફાયરિંગ કયા સ્થળે થયું હતું તે જણાવવામાં આવ્યું નથી. આમ છતાં માનવામાં આવે છે કે કોઈ નવા જ સ્થળે તેનું પરીક્ષણ થયું હોઈ શકે છે. આ મિસાઇલને આખા દેશમાં ગમે તે રેલ્વે નેટવર્ક પરથી છોડી શકાય છે. શ્રેણીબદ્ધ સફળ પરીક્ષણ પછી અગ્નિના રોડ મોબાઇલ વેરિયન્ટને લશ્કરમાં સમાવાયું છે. 

Tags :