Get The App

ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થઈ 'નૌકા સેવા', જાણી લો કેટલું થશે ભાડું અને કેટલા સમયમાં પહોંચી જશો

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કાંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસને લીલીઝંડી બતાવી

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદી જોડાયા કહ્યું - આ બંને દેશોના સંબંધો માટે સીમાચિહ્ન

Updated: Oct 14th, 2023

GS TEAM


Google News
Google News
ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થઈ 'નૌકા સેવા', જાણી લો કેટલું થશે ભાડું અને કેટલા સમયમાં પહોંચી જશો 1 - image

image : Twitter


India Sri lanka Ferry Service | વડાપ્રધાન મોદીએ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થયેલી ફેરી સર્વિસ (નૌકા સેવા) પર સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આજે અમે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ.

ફેરી સર્વિસ એક સીમાચિહ્ન સાબિત થઈ  

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકાની સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે અને હવે બંનેમાં આર્થિક ભાગીદારી પણ વધશે. આ ફેરી સેવા નાગાપટ્ટિનમ (Nagapattinam, Tamil Nadu)અને કાંકેસંતુરાઈ વચ્ચે શરૂ કરાઈ છે અને આપણા સંબંધોને મજબૂત કરવામાં એક સીમાચિહ્ન સાબિત થઇ છે. 

શું કહ્યું પીએમ મોદીએ? 

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે (Union Minister of Ports, Shipping & Waterways and Ayush, Sarbananda Sonowal) તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કાંકેસંતુરાઈ (Sri Lanka's Kankesanturai) વચ્ચે ફેરી સર્વિસને લીલીઝંડી બતાવી હતી. આ દરમિયાન વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર (External Affairs Minister Dr S Jaishankar) આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.  પીએમએ તેમના સંબોધનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ વિક્રમાસિંઘેની તાજેતરની યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી વધારવા સહમતિ થઇ હતી. 

ભાડું અને યાત્રામાં કેટલો લાગશે સમય? 

માહિતી અનુસાર શ્રીલંકા જવા માટે ફેરી સેવાની ટિકિટ પ્રતિ વ્યક્તિ 7670 રૂપિયા (6500 અને 18 ટકા જીએસટી) નક્કી કરાઈ હતી. નાગાપટ્ટિનમ શિપિંગ હાર્બર વિભાગના અધિકારીઓની માનીએ તો આજે ઉદઘાટનના પ્રસ્તાવ રુપે આ ટિકિટ 2800 રૂપિયા (2375 અને જીએસટી) નક્કી કરાઈ છે. હાલમાં ટિકિટના ભાવ પર 75 ટકા છૂટ અપાઈ છે. આ ફેરી સેવાથી કોઈપણ વ્યક્તિ ત્રણ કલાકમાં તમિલનાડુથી શ્રીલંકા પહોંચી શકશે. 

ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થઈ 'નૌકા સેવા', જાણી લો કેટલું થશે ભાડું અને કેટલા સમયમાં પહોંચી જશો 2 - image

Tags :