Get The App

માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા

પશ્ચિમ એશિયામાં યુદ્ધ પછી સરકાર ઉદ્યોગો અને ઘરોને પીએનજી માટે પ્રોત્સાહિત કરી રહી છે

૫.૬૮ લાખ લોેકોએ નવા કનેકશન માટે અરજી કરી

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા 1 - image

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૧

ભારતમાં પાઇપવાળું કુદરતી ગેસ (પીએનજી)નાં ગ્રાહકો સતત વધી રહ્યાં છે. માર્ચથી અત્યાર સુધીમાં ૫.૦૧ લાખથી વધારે નવા પીએનજી કનેકશન ચાલુ કરવામાં આવ્યા છે અને ૫.૬૮ લાખ લોકોએ નવા કનેક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

પીએનજીની માંગ એવા સમયે વધી રહી છે જ્યારે અધિકારીઓ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલીની વચ્ચે એલપીજીના પુરવઠામાં અવરોધ ઉભો ન થાય તે સુનિશ્ચિત કરી રહ્યાં છે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે એલપીજીનાં પુરવઠામાં અવરોધ ઉભો થતા સરકાર ઉદ્યોગો અને ઘરો બંનેને પીએનજી માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ એક વધુ સુવિધાજનક વિકલ્પ છે અને તેના પુરવઠા પર ખાસ કોઇ અસર પડી નથી.

જે એલપીજી વપરાશકારો પાસે પીએનજી કનેક્શન છે પણ તેઓ તેનો ઉપયોગ કરતા નથી તેમને એલપીજીનો પુરવઠો ચાલુ કરાવવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે.

પીએનજીની પાઇપલાઇન પાથરવા માટેની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવાનાં પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ૧૯ એપ્રિલ સુધીમાં ૩૯,૪૦૦ પીએનજી ગ્રાહકોએ પોતાનું એલપીજી કનેકશન સરેન્ડર કરી દીધું છે.

તેમણે જણાવ્યું હતું કે ઘરેલુ એલપીજીનો પુરવઠો સ્થિર છે અને કોઇ પણ ડિસ્ટ્રિબ્યુટરે ગેસની અછત હોવાનું જણાવ્યું નથી.